સુરત સાથે ફરીથી જોડાશે જયપુર, આ તારીખથી સાતે દિવસ કરી શકશો હવાઈ સફર
સુરતઃ કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન બાદ સુરત એક વાર ફરીથી હવાઈ માર્ગ દ્વારા જયપુર સાથે જોડાશે. આવુ એટલા માટે કારણકે સ્પાઈસ જેટે 11 ઓક્ટોબરથી વિમાન સેવા શરૂ કરવાનુ એલાન કર્યુ છે. સ્પાઈસ જેટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે ફ્લાઈટ્સ સાતે દિવસ ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ઘરેલુ ઉડાનો પણ ઠપ્પ થઈ ગઈ હતી. પરંતુ હવે સુરત એરપોર્ટથી દેશના ઘણા શહેરો સુધી વિમાન આવવા-જવા લાગ્યા છે. ઉડાનોની સંખ્યા સતત વધી રહી છે. લૉકડાઉનના કારણે જે ફ્લાઈટ્સ બંધ થઈ ગઈ હતી તેમની કનેક્ટિવિટીને નવી રીતે રિકનેક્ટ કરવામાં આવી રહી છે. આ કેસમાં ઈન્ડિગોએ બાકી કંપનીઓને પાછળ છોડી દીધી છે.
ઈન્ડિગોની ફ્લાઈટ્ એર ઈન્ડિયા તેમજ સ્પાઈસ જેટથી ઘણી વધુ થઈ રહી છે. પરંતુ હવે જયપુરથી સુરત વચ્ચે સ્પાઈસ જેટની વિમાન સેવા શરૂ થવા પર સ્પાઈસ જેટ વિમાન કંપનીની ઉડાનોની સંખ્યા વધી જશે. જો કે આ કંપનીઓ સુરત-જયપુર વચ્ચેની વિમાન સેવાનુ અધિકૃત શિડ્યુલ પણ હજુ રિલીઝ નથી કર્યુ પરંતુ જાણકારો મુજબ સુરત-જયપુરની એક કનેક્ટિવિટી 11 ઓક્ટોબરથી ફરીથી રિકનેક્ટ થવા જઈ રહી છે.
PM મોદીએ મનમોહન સિંહને જન્મદિવસની આપી શુભકામના