For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: જીઆવ બુડિયા ગામના તળાવમાં બે બાળકો ડુબ્યા, બચાવ કામગીરી ચાલુ

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીઆવ બુડિયા ગામના તળાવમાં બે બાળકો ડુબવાની ઘટના સામે આવી છે. મળતી માહિતિ મુજબ બન્ને બાળકો 13-13 વર્ષના છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે બન્ને બાળકોની શોધખોળ શરૂ ક

|
Google Oneindia Gujarati News

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીઆવ બુડિયા ગામના તળાવમાં બે બાળકો ડુબવાની ઘટના સામે આવી છે. મળતી માહિતિ મુજબ બન્ને બાળકો 13-13 વર્ષના છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે બન્ને બાળકોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ બન્ને બાળકો કેવી રીતે તળાવમાં પહોંચ્યા અને કેવી રીતે તળાવમાં ડુબ્યા તે અંગે કોઇ જાણકારી સામે આવી નથી.

Surat

ઉલ્લેખનિય છેકે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં જીઆવ બુડિયા ગામ આવેલું છે. આ તળાવે મોડી રાત્રીના સમયે રમી રહ્યાં હતા. બાળકોની ડુબવાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી. ફાયર વિભાગની ટીમે 4 કલાકથી શોધખોળ કરી હતી પણ બાળકોને શોધી શકવામાં નિષ્ફળ રહી હતી. આજે સવારે પણ ફાયર વિભાગની ટીમો શોધખોળની કામગીરી કરી બન્ને બાળકોને શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

English summary
Surat: Two children drowned in the lake of Jiav Budia village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X