For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડના વટાર ખાતે 31.5 કરોડના ખર્ચે તૈયાર થનાર સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું!

વલસાડ જિલ્લાના વટાર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે જેટકોના ૩૧.૫ ખર્ચે બનનારા ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડ જિલ્લાના વટાર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે જેટકોના ૩૧.૫ ખર્ચે બનનારા ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું.

kanu desai

સબસ્ટેશનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતુ કે, તાજેતરની વીજ કટોકટીના સમયે મુખ્યમંત્રીએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, દરેક વ્યક્તિને સરખી વિજળી મળી રહે એ માટે આ સબસ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આવતા ચોમાસા સુધી આ સબસ્ટેશનને કાર્યરત કરવાનો પ્રયત્ન રહેશે એવી ખાતરી આપું છું. પહેલા ગુજરાતમાં ૧૭૦૦ મેગાવોટ વીજવપરાશ થતો હતો જે હવે તે વધીને ૨૨૦૦ મેગાવોટ થયો છે જે ગુજરાતના ઔધોગિક, ખેતીવાડી અને જીવનધોરણમાં થયેલા સુધારાને દર્શાવે છે.

રાજ્ય સરકારની કોસ્ટલ ગ્રાન્ટ હેઠળ ૩૦ એ.વી.એમ.ની ક્ષમતા ધરાવતા આ સબસ્ટેશન માં ૧૧ કે.વી. જે.જી.વાય અને એ.જી.ના કુલ ૪ ફિડરો તરકપારડી, રોયલવિલેજ સોસાયટી, વટાર અને કુંતા ખાતે સ્થાપિત કરવામાં આવશે. આ ૬૬ કે. વી. વટાર સબસ્ટેશનના પ્રસ્થાપનથી સબસ્ટેશનના ૮ કિલોમીટર વિસ્તારનાં વટાર, કુંતા, તરકપારડી, મોરાઈ તથા આજુબાજુના અનેક વિસ્તારોના ૩૩૮૭ રહેણાક, ૧૭૩ વાણિજ્ય, ૧૪ ઔધોગિક, ૪૧ વોટર વર્કસ, ૧૪ સ્ટ્રીટ લાઈટ, ૯૪ ખેતીવિષયક અને ૧૭ અન્ય મળી કુલ ૩૭૩૨ વિજગ્રાહકોને પૂરતા દબાણની વિજળીનો લાભ મળશે.

31.5 કરોડના અંદાજિત ખર્ચે સ્થાપિત થનારા આ સબસ્ટેશનની મુખ્ય વિશેષતાઓ એ છે કે ફિડરોની ઓછી લંબાઈ ને કારણે ટી એન્ડ ડી લોસ ઓછો થશે, ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપે વિજળી આપી શકાશે તેમજ આ વિસ્તારોમાં નવા વીજ જોડાણો પણ આપી શકાશે.

English summary
The foundation stone of the substation to be prepared at a cost of 31.5 crores was laid at Vatar in Valsad!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X