સુરતમાં વેક્સિનેશનનો પ્રારંભ, કોરોના વોરિયર્સનું કરાયું સન્માન
દેશભરમાં આજે કોરોના વાયરસની રસી આપવા માટે રસીકરણ મહાઅભિયાન અભિયાન શરૂ કરાયું છે. ગુજરાતના બધા સેન્ટરો પર રસીકરણની તૈયારીઓ પહેલા જ પૂરી કરી લેવામાં આવી હતી. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીથી દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતમાં 6 રિજનલ ડેપો તૈયાર કર્યા છે. રાજ્યમાં 161 કેન્દ્રો પર આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવશે.
સુરત મહાનગર પાલિકાના હેલ્થ સેન્ટરો અને મોટી હોસ્પિટલો મળી 14 સેન્ટરોમાં વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સેન્ટરમાં 100 હેલ્થ વર્કરો મળીને 14 સેન્ટરોમાં 1400 હેલ્થ વર્કર્સને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. કોરોના વેક્સિન લગાવી કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું છે. વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સિનેશન પ્રક્રીયા પહેલા સુરત જીલ્લાના બારડોલી તાલુકા મથકના સીએચસી હોસ્પિટલ ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર હાજર રહ્યાં હતા. ઉલપાડની પીએચસી ખાતે ધારાસભ્ય મુકેશ પટેલ હાજર રહ્યા હતા. સ્મિમેર મેડિકલ કોલેજમાં સાંસદ સીઆર પાટીલ અને મોટા વરાછા હેલ્થ સેન્ટરમાં સાંસદ દર્શનાબેન જરદોષ હાજર રહ્યાં હતા.
સાબરકાંઠામાં રસીકરણનો પ્રારંભ, 5 સેન્ટરોમાં કરાઇ શરૂઆત