ગુજરાતઃ યુનિવર્સિટીમાં 18 ફેબ્રુઆરીથી યોજાનાર પરીક્ષાઓ રદ, હવે 3 માર્ચથી થશે
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 18 ફેબ્રુઆરીથી શરૂ યોજાનાર પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. હવે આ પરીક્ષાઓ આવતા મહિને એટલે કે 3 માર્ચથી શરૂ થશે. 18 ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષાઓ રદ થવાનુ કારણ મહાનગરપાલિકા તેમજ પંચાયત ચૂંટણીમાં કૉલેજના શિક્ષકોની ફરજ બતાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ મહિને મહાનગર પાલિકા તેમજ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યુ છે કે પરીક્ષાનુ ટાઈમ ટેબલ એ જ રહેશે જે પહેલેથી નિર્ધારિત કરવામાં આવ્યુ છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. યુનિવર્સિટી દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ છે કે પરીક્ષાર્થીઓએ કોવિડ-ગાઈડલાઈન ફોલો કરીને જ પરીક્ષા સેન્ટરમાં જવાનુ રહેશે. યુનિવર્સિટીના મેનેજમેન્ટ મુજબ આ યુનિવર્સિટી સાથે સંબંધિત કૉલેજોના પ્રોફેસરોની ચૂંટણીમાં ડ્યુટી લાગી છે. તેનાથી તે પરીક્ષાના સમયે ઉપસ્થિત નહિ રહી શકે જેના કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.
કૉલેજોમાં વિદ્યાર્થીઓની ઑફલાઈન અભ્યાસ શરૂ કરવા સાથે જ શિક્ષણ વિભાગે નિર્દેશ આપ્યા છે કે એક બેંચ પર એક જ વિદ્યાર્થી બેસી શકશે. શિક્ષણ વિભાગના આદેશ છે કે સ્કૂલ-કૉલેજોમાં બધાએ સોશિયલ ડિસ્ટંસીંગ ફોલો કરવાનુ રહેશે. આ ઉપરાંત માસ્ક પહેરવુ પણ અનિવાર્ય છે. વિભાગે સ્કૂલ-કૉલેજના સંચાલકોને કહ્યુ છે કે પરિસરમાં સેનિટાઈઝર અને ટેમ્પરેચર માપવાની સુવિધા હોવી જોઈએ. વળી, હૉસ્ટેલમાં એક રૂમમાં 2 વિદ્યાર્થી ન રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
Happy Kiss Day: વેલેંટાઈન વીકનો 7મો દિવસ, હોઠોં સે છૂ લો તુમ