For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તાના નશામાં ચૂર લોકોનો અહંકાર ચંપલથી નહિ મતથી દૂર કરોઃ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી

કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ લોકોને કહ્યુ છે કે સત્તાના નશામાં ચૂર લોકોનો અહંકાર ચંપલથી નહિ પરંતુ પોતાના મતથી દૂર કરો.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં ડેપ્યુટી સીએમ નિતિન પટેલની પ્રેસ બ્રીફિંગ દરમિયાન એક યુવકે ચંપલ ફેંકીને માર્યુ. ત્યારબાદ ભાજપીઓએ આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી. હવે અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ લોકોને કહ્યુ છે કે સત્તાના નશામાં ચૂર લોકોનો અહંકાર ચંપલથી નહિ પરંતુ પોતાના મતથી દૂર કરો. ધાનાણીનુ આ નિવેદન કાલે રાતે સુરત કોંગ્રેસ દ્વારા પૂણાગામના સરદાર ફાર્મમાં આયોજિત ચૂંટણી સભામાં આવ્યુ. જેમાં તેમણે કહ્યુ કે સત્તાના નશામાં ચૂર લોકોનો અહંકાર મતથી દૂર થઈ શકે છે.

paresh dhanani

ધાનાણીએ પોતાની પાર્ટીના ઉમેદવાર માટે જનસભાને સંબોધિત કરીને એ પણ કહ્યુ કે ગુનેગારોને જેલમાંથી જામીન આપીને તેમના આકાઓ તેમને ચૂંટણી લડી રહેલા લોકોને ધમકાવવા માટે મોકલે છે. આવા લોકો માટે પોતાનો વોટ ના બગાડો. હું ફરીથી કહી રહ્યો છુ કે વર્તમાન સરકાર સત્તાના નશામાં ચૂર છે અને તેના નેતાઓ લોકોને રમકડા સમજીને રમાડી રહ્યા છે. વિરોધ કરવા પર પોલિસની મદદથી જેલમાં નાખી દેવામાં આવે છે અને લોકતંત્રનો ભંગ કરવામાં આવે છે. પરંતુ હવે લોકો ભાજપ સરકારની તાનાશાહી સારી રીતે સમજી ગયા છે. આ પેટા ચૂંટણીમાં આઠ સીટો પર કોંગ્રેસને જીતાડી દો સરકારનો અહંકાર ખતમ થઈ જશે.

પરેશ ધાનાણીએ એક દિવસ પહેલા જ કરજણમાં ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પર ચંપલ ફેંકવાની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે જનતંત્રમાં સામાન્ય લોકોને મત નામનુ શસ્ત્ર આપ્યુ છે. સત્તાના નશામાં ચૂર લોકોનો અહંકાર મિટાવવો હોય તો તેને ચંપલથી નહિ પરંતુ વોટથી મારો. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરે ગુજરાતની મોરબી, લીંબડી, ગઢડા, ડાંગ, અબડાસા, કપરાડા, ધારી અને કરજણ વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી થવાની છે. આ દરમિયાન 15 લાખ સૌરાષ્ટ્રવાસી મતદારોને લુભાવવા માટે ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ વરાછાને રણભૂમિ બનાવી દીધી છે. ગયા સપ્તાહે કોંગ્રેસ તેમજ ભાજપે અહીં 10થી વધુ રેલીઓ કરી છે.

English summary
Voters should use their votes to defeat ego of politians says Gujarat Congress leader Paresh Dhanani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X