For Daily Alerts

બારડોલીમાં મંગેતર સાથે ક્લાસ જઈ રહેલા યુવક પર હુમલો કરી મંગેતરનું અપહરણ!
સુરત : સમાજમાં દિનપ્રતિદિન વધી રહેલી ગુનાહિત પ્રવૃતિઓને જોતા જાણે આ ગુનેગારોને પોલીસ અને વહીવટીતંત્રનો કોઈ ડર રહ્યો નથી. દરરોજ કોઈને કોઈ ગુનાહિત કેસ સામે આવી રહ્યા છે. હવે બારડોલીના માંડવીમાં એક યુવતીના અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, માંડવીના રાધીપુરા ગામે રહેતો યુવક સવારે તેની મંગેતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ માટે માંડવી જઈ રહ્યાં હતા. આ દરમિયાન ખોડબા ગામના સીવાનમાં વાંકલથી આંબાપારડી જતા રોડ પર સફેદ વેગનઆર કાર અને બાઇક સાથ આવેલા 8 લોકોએ મારામારી કરી યુવકની કાર અટકાવી અપહરણ કર્યુ હતું.
આરોપીઓએ સ્ટીલની પાઈપથી મારામારી કરી યુવકને માર માર્યો હતો અને કારને નુકસાન પહોંચાડ્યુ હતું. જે બાદ આરોપીઓ ફરીયાદીની મંગેતરનું અપહરણ કર્યુ હતું. હાલ પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
Comments
English summary
Young man attacked, fianc abducted in Bardoli
Story first published: Wednesday, June 22, 2022, 21:37 [IST]