For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં રહેતી યુવતીએ તેના પતિ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

ગાંધીનગરના એક પીડિતાએ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે છેતરપીંડીની એક વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. જાણો શું છે આખી વાત અહીં.

By Hiren Upadhyay
|
Google Oneindia Gujarati News

ગાંધીનગરના પીડીપીયુ પાસે આવેલા સાર્થક બંગલો માં રહેતી 30 વર્ષીય બરખા દવે નામની યુવતીએ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે છેતરપીંડીની એક વિચિત્ર ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેના પતિ વિનયે ઑસ્ટ્રેલિયામાં પી આર (પરમેનેન્ટ રેસિડેન્સી) અને સારી નોકરી માટે તેને વિશ્વાસમાં લઈને છૂટાછેડા આપી દીધા હતા. અને અંદાજે 13 લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હતા. ત્યારબાદ તેનો સંપર્ક બંધ કરી દીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગતો એવી છે કે બરખા દવે હાલ સાર્થક બંગલો ગાંધીનગર ખાતે તેના માતા પિતા સાથે રહે છે. અને ઇન્ફોસિટી માં એચ આર મેનેજર તરીકે નોકરી કરે છે.

crime

સપ્ટેમ્બર 2011માં તેના લગ્ન ગાંધીનગર સેક્ટર 3 ખાતે રહેતા વિનય સાથે થયા હતા અને લગ્ન બાદ બંને નોકરી કરવા માટે પુના ખાતે ગયા હતા. જ્યાં ચાર મહીના રહયા બાદ વિનય દુબઇ એક કંપની માં નોકરી કરવા માટે ગયો હતો . જેથી બરખા તેની સાસરીમાં ગાંધીનગર પરત આવી ગઈ હતી . પણ 15 દિવસ બાદ વિનય અચાનક દુબઇ થી ગાંધીનગર પરત આવી ગયો હતો કારણ એવુ હતું કે તેને ત્યાં નોકરી સેટ થઈ નહિ. તો બીજી તરફ બરખા એ ઇન્ફોસિટી માં તેની જોબ શરૂ કરી દીધી હતી. લગભગ આઠ મહિના પછી વિનય ફરીથી દુબઇ ખાતે નોકરી કરવા માટે ગયો હતો અને ત્યાં 12 મહીના સુધી નોકરી કર્યા બાદ પરત આવ્યો હતો. બાદમાં બે વર્ષ ગાંધીનગર માં નાની મોટી નોકરી કરી હતી.

આ દરિમયાન તે ઓક્ટોબર 2013માં લંડન સ્ટુડન્ટ વીઝા પર નોકરી કરવા માટે ગયો હતો આ સમયે બરખાએ અલગ અલગ બેન્કો માંથી લૉન લઈ 11 લાખ જેટલી રકમ તેને આપી હતી. બાદમાં ડિસેમ્બર 2014માં વિનયે તેને ફોન કરી જણાવ્યું હતું કે તેને લંડનમાં સિંગલ મેન તરીકે નોકરી મળી શકે એમ છે પણ તે લગ્ન કરેલ ન હોવો જોઈએ. જેથી વિનયે બરખાને વિશ્વાસ માં લઈને જણાવ્યું હતું હતું કે જો બન્ને છૂટાછેડા લઈ લે.તો લંડનમાં નોકરી મળી શકે એમ છે અને ભારત પરત આવી તે ફરી થી લગ્ન કરી લેશે. તેમજ એ પણ કહ્યું હતું કે આ વાત માત્ર તેની સાસુ ,દિયર અને ભાઈને ખબર રહેશે જેથી સામાજિક પ્રશ્ન નડે નહિ. આ વાત માં આવીને બરખા એ હા પાડી દેતા ફેબ્રુઆરી 2015માં ગાંધીનગર કોર્ટ માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને બરખા તેની સાસરી માં જ રહેતી હતી. પણ વિનયે વધુ એક દાવ રમ્યો અને ફરીથી વિશ્વાસ માં લઈને કહ્યું હતું કે તેને ઑસ્ત્રલિયા માં સારી નોકરી મળે એમ છે અને આ માટે તેને ત્યાંની કોઈ યુવતી સાથે લગ્ન કરવા પડે એમ છે.

ત્યાં લગ્ન કરી સેટ થયા બાદ તે યુવતી ને છૂટાછેડા આપી બરખા ને ઑસ્ટ્રેલિયા બોલાવી લેશે. આ વાત બરખાને મંજુર નહોતી પણ પતિ ના ભવિષ્ય નું વિચારી તેણે આ બાબતે પણ હા પાડી દીધી હતી. પણ ત્યારબાદ વિનય તેના ફોન ઉપડતો નહોતો અને કોઈ રિપ્લે આપતો નહીતો . બીજી તરફ બરખાના સાસુએ ગાંધીનગર નું મકાન વેચી એક નાનું મકાન ભાડે લીધું હતું જેથી બરખા તેના માતા પિતા સાથે રહેવા ગઈ હતી. અને તેના પતિએ કોઈ રિપ્લે કે જવાબ આ આપતા છેવટે બરખા એ ન્યાય માટે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી હતી.

English summary
The girl in Gandhinagar lodged a complaint against her husband for cheating.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X