For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવલી ઔધોગિક રોજગાર મેળામાં 107 યુવાઓને રોજગારી મળી!

વડોદરાના સાવલી ખાતે રોજગાર કચેરી દ્વારા યુવક યુવતીઓને ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરાના સાવલી ખાતે રોજગાર કચેરી દ્વારા યુવક યુવતીઓને ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી. આ સ્વરોજગાર શિબિરમાં વડોદરા શહેરના ૧૧ જેટલી કંપનીઓ પ્લેસમેન્ટ આપવા હાજર રહ્યી હતી. ભરતી મેળામાં ૧૮ થી ૩૫ ઉંમર ધરાવતા અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યૂએટ અને માસ્ટર લાયકાત ધરાવતા કુલ ૬૩૧ જેટલી ટેકનીકલ - નોન ટેકનીકલ જગ્યા માટે ૧૫૦ થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો. જેમાથી ૧૦૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી. પસંદગી પામનાર યુવાનોને નવ હજાર થી વીસ હજાર સુધીના પગારની ઓફર કરવામા આવી છે.

job

આ શિબિરમાં રોજગાર અધિકારી, યંગ પ્રોફેશનલ તેમજ કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા ભરતીમેળામાં ઉપસ્થિત ઉમેદવારોને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ, અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલ રજીસ્ટ્રેશન તેમજ સ્વરોજગાર લક્ષી વિવિધ તાલીમ કોર્ષ તેમજ સ્વરોજગારલક્ષી યોજનાઓની લોન સહાય અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. ભરતી મેળામા આવેલ ઉમેદવારોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારીનો લાભ લેવા અનુબંધમ પોર્ટલ પર અને નેશનલ કેરિયર સેન્ટર પર રજીસ્ટ્રેશન કરવા માહિતી આપવામાં આવી હતી.

English summary
107 youth got employment in Savli Industrial Employment Fair
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X