• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતનો 17 વર્ષનો છોકરો ગાઈ શકે છે પાકિસ્તાન સહિત 91 દેશોના રાષ્ટ્રગીત, જાણો કેમ શીખ્યો?

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં વડોદરાનો રહેવાસી એક છોકરાને આપણા દેશનુ જ નહિ પરંતુ ઘણા દેશોના રાષ્ટ્રગીતો યાદ છે. તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને યુનાઈટેડ કિંગડમ સહિત 90થી વધુ દેશોના રાષ્ટ્રગીતો ગાઈ શકે છે. છોકરાનુ નામ અથર્વ મૂલે છે કે જે અત્યારે 17 વર્ષનો છે. ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં અથર્વ મૂલેએ કહ્યુ કે આપણે વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ કરીએ છીએ માટે મે વિચાર્યુ કે મારે બીજા દેશોના રાષ્ટ્રગીતો પણ યાદ કરવા જોઈએ.

અથર્વ મૂલેએ કહ્યુ, 'મે આપણા પડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને યુકે સહિત 91 દેશોના રાષ્ટ્રગીતોને યાદ કર્યા છે. ભારત સહિત આટલા બધા દેશોના રાષ્ટ્રગીતો હું ગાઈ શકુ છે. મે તેને શીખ્યા. તે વસુધૈવ કુટુંબકમનો અહેસાસ કરાવે છે.' અથર્વના દાવા પર લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

@Rebelsatire નામના એક યુઝરે અથર્વ માટે લખ્યુ - ''ભાઈ ટોકિયો ઓલિમ્પિકમાં જતો રહે. ત્યાં બેકગ્રાઉન્ડમાં ગાતો રહેજે દરેક મેડલ વખતે!'' અંકિત નામના એક ટ્વિટર યુઝરે કહ્યુ, 'બેટા, ભણવાનુ કર..આઈએએસ કે આઈઆરએસ બન.. આ શું છે.' વળી, અન્ય યુઝરે લખ્યુ... 'તારા 91 સિવાય 104 દેશો બીજા પણ છે દુનિયામાં, તેના પણ રાષ્ટ્રગીતો યાદ કરી લે.'

English summary
17 yrs old Atharv Mule can sing the national anthem of 91 countries including Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X