વડોદરામાં ઘટ્યા કોરોનાના મામલા, આજે આવ્યા 3255 નવા મામલા, 2 દર્દીના મોત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા આજે કોરોનાના નવા 3255 કેસ નોંધાયા છે. ગઇકાલે કોરોનાના 3655 કેસ નોંધાયા હતા. આમ ગઇકાલની સરખામણી આજે 400 કેસ ઓછા નોંધાયા છે. આમ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા એક લાખને પાર થઇને 10,3000 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 1415 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 82,460 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજે વધુ 2 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 630 દર્દીના મોત થયા છે.
કોરોનાના ઝડપથી વધતા કેસની સાથે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 દિવસમાં પાલિકાના બુલેટિનમાં સત્તાવાર રીતે 7 વ્યક્તિઓનાં કોરોનાથી મોત થયાં હોવાનું નોંધાયું છે. જ્યારે બિન સત્તાવાર મૃતકોનો આંક 31 થયો છે.
વડોદરા શહેર અને જિલ્લામાં આજે 12,500 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 26.04 ટકા પોઝિટિવિટી રેટ સાથે 3255 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, 9 જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ 3.96 ટકા હતો, જે 12 દિવસ બાદ 24 જાન્યુઆરીએ 6 ગણો વધીને 26.04 ટકા ઉપર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ છેલ્લા 3 દિવસથી સતત ઘટી રહ્યો છે.
વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 19,910 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 19,372 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 538 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 29 દર્દીઓ વેન્ટિલેટર પર, 75 દર્દીઓ આઇસીયુમાં અને 177 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 13,020 દર્દીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.