6 લોકોએ મહિલાની બળાત્કાર બાદ કરી હત્યા
વડોદરા : લગભગ એક મહિનાથી વડોદરા ગ્રામીણ પોલીસની ડોગ સ્કવોડની સભ્ય 18 મહિનાની એક ફિમેલ ડોબરમેન ફરી એકવાર શ્વાનોમાં 'હોલમેસ' સાબિત થઈ છે. આ ફિમેલ ડોગ જાવાએ 38 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા કરનારા 6 ગુનેગારો સુધી પહોંચવામાં અડધા કલાકથી પણ ઓછો સમય લીધો હતો. જાવાએ ગુનાના સ્થળે દુપટ્ટો અને બોટલ સુંઘી અને ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કર્યું હતું.
જાવા લગભગ 2 કિલોમીટર સુધી ખેતરો અને ઝાડીઓમાંથી સતત ચાલતી રહી હતી. જે બાદ અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઈન ઓળંગીને જાવાએ એક તંબુમાં પ્રવેશ કર્યો હતે. જ્યાં તે ઉશ્કેરાઈને ભસવા લાગી હતી. જે સ્પષ્ટ કરતું હતું કે તે તેના લક્ષ્યપર પહોંચી છે.
જાવાએ સાબિત કર્યું કે, કૂતરાઓને શોધવામાં શાર્પ કેમ હોય છે - તેઓ પહેલા ક્રાઇમ સ્પોટ પર કડીઓ માટે સુગંધ લે છે, જુએ છે અને છેલ્લે સાંભળે છે - માનવ તપાસકર્તાઓ જે કરે છે તેનાથી તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે. 45 દિવસની અંદર જાવાની હેટ્રિક શોધ રહી છે. આ અગાઉ પડોશી છોટા ઉદેપુર જિલ્લામાં હત્યાની શોધમાં મદદ કરી હતી અને તાજેતરમાં જ વડુમાંથી હત્યાનું હથિયાર શોધી કાઢયું હતું.
16 ઓગસ્ટની સાંજે કરજણ તાલુકાના દેથાણ ગામની હદમાં ત્રણ દિકરીઓની માતા પર છ પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યાં તે પોતાની દિનચર્યા મુજબ ઘાસ કાપતી હતી. તે સમયે આરોપીએ તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો અને મહિલા કોઇને કહી દેશે તેવા ભયથી તેનું ગળું દબાવીને મારી નાખી હતી. મોડી રાત સુધી આ મહિલા ઘરે પરત ન ફરતા તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન તેના પરિવારને રાત્રીના 9 કલાકની આસપાસ મૃતદેહ મળી આવ્યો હતો.
મંગળવારની વહેલી સવારે કરજણ પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ નોંધાયો હતો. બીજા દિવસે સવારે પોલીસની જુદી જુદી ટીમે પરિવારના સભ્યો અને ગ્રામજનોની પૂછપરછ કરી હતી. આ દરમિયાન જાવા સાથે સજ્જ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જાવાની મદદથી 30 મિનિટથી પણ ઓછા સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી 22 વર્ષીય લાલ બહાદુર ગીરજારામ રેલવે ટ્રેક પરના પાંચ ટેન્ટમાંથી એકની અંદર હતો.
વડોદરા ગ્રામ્ય પોલીસના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ તપાસના હેતુ માટે ટ્રેકર કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આ એક મહત્વનું પગલું હતું. કારણ કે, આ કૂતરો અમને એક આરોપી તરફ લઈ ગયો અને ત્યારબાદ તપાસ અને પૂછપરછના પરિણામે અન્ય આરોપીઓની ધરપકડ થઈ હતી.
જાવાના હેન્ડલર હેડ કોન્સ્ટેબલ હરેશ મોહનીયા જાવા માટે બધા વખાણ કરતા હતા. જાવાનું વર્તન અસામાન્ય હતું. કારણ કે, તે સતત ભસતી હતી અને તંબુની અંદર ફરતી હતી. અમારી શંકા પ્રબળ બની જ્યારે તેણીએ સ્થળ પર લગભગ પાંચ તંબુઓમાંથી માત્ર એક જ પસંદ કર્યું. તેણીને ટીમમાં સામેલ કરવામાં આવે તે પહેલા મે તેને એક વર્ષ માટે તાલીમ આપી હતી. તે ઝડપી શીખનાર છે અને ખાસ કરીને જ્યારે તે તપાસની વાત આવે છે, ત્યારે તે ચપળ હોય છે. જ્યારે ગિરજારામને પૂછપરછ માટે કરજણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, ત્યારે પોલીસની અન્ય ટીમે કેમ્પમાં અન્ય મજૂરોની પૂછપરછ કરી હતી.
ઝારખંડના રહેવાસી 45 વર્ષીય દિલીપ ચૌધરી, જગ્ગુપ્રસાદ પાંડુ (21), પ્રમોદ પાંડુ (23), રામસુરત પાંડુ (19) અને અર્જુન પાંડોર (19) તરીકે ઓળખાતા અન્ય પાંચ શંકાસ્પદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ તમામ લોકો ઉત્તરપ્રદેશના વતની હતા.
આ બધા રીઢા ગુનેગારો છે. સ્થાનિક ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર ડી. બી. વાળાએ જણાવ્યું હતું કે, અમે તેમની પાસેથી અલગથી અને પછી એકસાથે સાત કલાક સુધી પૂછપરછ કર્યા બાદ અમને તેમની પાસેથી કબૂલાત મળી હતી. તમામ છ લોકો રેલવે ટ્રેકની જાળવણી માટે છેલ્લા 10 દિવસથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા.
ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, છ આરોપીઓએ મહિલાને 16 ઓગસ્ટની સાંજે ખેતરમાં કામ કરવા માટે રેલવે ટ્રેક ઓળંગતી જોઈ હતી, ત્યારે તેને નિશાન બનાવવાનો પ્લાન બનાવ્યો હતી. સાંજે 6.30 બાદ રેલવે ટ્રેક પર તેમનું કામ પૂરું થયા બાદ તેઓએ તેના પર હુમલો કર્યો હતો. તમામ છ શખ્સોએ તેના હાથ અને પગ પકડી રાખ્યા હતા. જે બાદ બધાએ તેના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો. આરોપીઓને ડર હતો કે, આ મહિલા પોલીસનો સંપર્ક કરશે. જે કારણે આરોપીઓને મારી નાખવાનું નક્કી કર્યું હતું. આરોપીઓએ દુપટ્ટાથી આ મહિલાનું ગળું દબાવ્યું અને તે બાદ તેની કરોડરજ્જુ પણ ભાંગી નાખી હતી.