For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા ખાતે ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ!

વડોદરામાં યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની તક મળે તે માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં વડોદરા શહેરના ૧૩ નામાંકીત નોકરીદાતાઓ હાજર રહ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરામાં યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની તક મળે તે માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં વડોદરા શહેરના ૧૩ નામાંકીત નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. ભરતી મેળામા ૧૮ થી ૩૫ વયજૂથના ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યૂએટ અને માસ્ટર લાયકાત ધરાવતા ઉમેદવારોને ભાગ લીધો હતો. જેમાં કુલ ૫૩૧ જેટલી ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યા માટે ૧૫૦ થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો. ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી અને ૧૦ થી ૨૦ હજાર સુધીના પગાર ઓફર કરવામા આવ્યા હતા.

job

આ ભરતીમેળામાં ઉપસ્થિત ઉમેદવારોને સ્વરોજગારલક્ષી વિવિધ તાલીમ કોર્ષ તેમજ યોજનાઓની લોન સહાય અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આ ભરતી મેળામા આવેલ ઉમેદવારોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારીની તકોનો લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર અને નેશનલ કેરિયર સેન્ટર પર રજીસ્ટ્રેશન કરવા માટે જણાવાયું હતું. આ સાથે રોજગારની તકો વિશે માર્ગદર્શન આપવા હેતુ ચલવવામાં આવતી રોજગાર સેતુ હેલ્પલાઇન પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અગ્નિવીર યોજનાની ભરતી માટે ૩૦ દિવસની નિવાસી તાલીમમાં વધુ માં વધુ યુવાનોને જોડાય તથા વિદેશમાં અભ્યાસ તેમજ રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોને વિદેશ જતા પહેલા વિના મુલ્યે ઓવરસીસ માર્ગદર્શન મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

English summary
A welcome grievance redressal program will be held in Valsad on September 22!...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X