Baroda Dairy Election Result 2020: ભાજપ પ્રેરિત પેનલની જીત, કોંગ્રેસનો સફાયો
બરોડા ડેરીની ચૂંટણી યોજાઈ હતી, જેની સાત સીટમાંથી 6 સીટ પર ભાજપ પ્રેરિત ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. ડેરીમાં ભાજપની સત્તા જળવાઈ રહી છે. જણાવી દઈએ કે 7 બેઠક માટે કુલ 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા. ડભોઈ ઝોન આઠમાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. આની સાથે જ બરોડા ડેરીમાં ભાજપની સત્તા જળવાઈ રહી છે.
કુલદીપ સિંહ ડિરેક્ટરની પોસ્ટ જીતતાં તેમણે કહ્યું કે- આ મારા સાવલીના દેસર તાલૂકાના દૂધ ડેરીના પ્રમુખ મંત્રીઓ અને મારા મતદાર ભાઈઓનો વિજય છે. આગામી સમયમાં દૂધ ઉત્પાદકોને સારો ભાવ મળે, સારો વિકાસ થાય અને ડેરીનો પણ વિકાસ થાય તેવાં કાર્યો કરતા રહીશું.
રાજકોટઃ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા યુવકનુ મોત
વડોદરા ડેરીમાં ફરી વખત ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસ પ્રેરિત પેનલનો સફાયો થયો છે અને ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે અને જીબી સોલંકી ઉપ પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા હતા, એટલે કે જે પેનલ હતી તે જ જીતીને ફરી આવી છે.