કોરોના: વડોદરામાં છેલ્લા 24 કલાકમાં મળ્યા 1512 નવા કેસ, 5 દર્દીના મોત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં નવા 1512 કેસ નોંધાયા છે. કોરોના કેસની કુલ સંખ્યા 1,27,089 ઉપર પહોંચી ગઇ છે. 2430 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1,13,576 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજે વધુ 5 દર્દીના મોત થયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 666 ઉપર પહોંચ્યો છે.
વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 12,847 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 12,428 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 419 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 31 દર્દીઓ વેન્ટિલેટર પર, 75 દર્દીઓ આઇસીયુમાં અને 128 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 6048 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં સુભાનપુરા, પાણીગેટ, આજવા રોડ, વારસીયા, હરણી, વાઘોડિયા રોડ, કપુરાઈ, રેસકોર્સ રોડ, સવાદ, કિશનવાડી, તરસાલી, ફતેપુરા, અકોટા,નવાપુરા, માંજલપુર, છાણી, ગોત્રી, શિયાબાગ, એકતાનગર, નવીધરતી અને દંતેશ્વરમાં નવા કેસો નોંધાયા છે.