Covid 19 Update Vadodara: વડોદરામાં કોરોનાના 25 કેસ, 1 દર્દીનું મોત

Covid 19 Update Vadodara: વડોદરામાં કોરોનાના 25 કેસ, 1 દર્દીનું મોત

કોરોનાવાયરસે લોકોની બંને તરફથી કમર તોડી છે, સ્વાસ્થ્યની રીતે પણ લોકોને પરેશાન કર્યા છે અને આર્થિક રીતે પણ પાયમાલ કર્યા છે. કોરોનાવાયરસની બીજી લહેર હવે ધીમી પડી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે વડોદરામાં કુલ 25 નવા કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું. રાહતના સમાચાર એ છે કે આજે કુલ 102 દર્દીઓ સાજા થયા છે. એટલે કે પોઝિટિવિટી રેટથી શહેરમાં સાજા થવાનો રેટ 5 ગણો વધુ છે.

coronavirus

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કુલ 71503 કેસ પોઝિટિવ નોંધાયા, જેમાંથી 69308 દર્દી તંદુરસ્ત થઈ ઘરે પરત ફર્યા છે જ્યારે 623 લોકો કોરોના સામેની જંગ જીતી ન શક્યા. હજી પણ વડોદરામાં 1572 દર્દીઓ કોરોના પોઝિટિવ છે.

વડોદરાના કોરોનાના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો કુલ 71503 કોરોના પોઝિટિવ કેસમાંથી 44271 પુરુષ દર્દીઓ જ્યારે 27232 મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. પૂર્વ ઝોનમાંથી કુલ 9641 કેસ નોંધાયા, પશ્ચિમ ઝોનમાંથી 11820 કેસ નોંધાયા, દક્ષિણ ઝોનમાંથી 11696 કેસ નોંધાયા, ઉત્તર ઝોનમાંથી 11707 કેસ નોંધાયા, ગ્રામીણ વિસ્તારોમાંથી 26603 કેસ નોંધાયા અને વડોદરાની બહારમાં 36 કેસ નોંધાયા.

કોરોનાવાયરસને નાથવા માટે રાજ્ય સરકારે રસીકરણ અભિયાન પણ તેજ કરી દીધું છે. ગાંધીનગર ખાતે આજે મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણય મુજબ 21 જૂનથી બપોરે 3 કલાક બાદ સ્થળ પર નોંધણી થશે. 18થી 44 વર્ષની વયજૂથના લોકો સ્થળે જ નોંધણી કરાવી શકશે. એટલે કે હવે કોઈપણ નાગરિકે રસી લેવા માટે મોબાઈલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન નહી કર્યું હોય તો પણ રસીકરણ કેન્દ્રએ જઈને રસી મેળવી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X