દશામાની મૂર્તિઓના વિસર્જન માટે વિશેષ પ્રકારનુ આયોજન
વડોદરાઃ કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં તમામ ધાર્મિક કાર્યક્રમો ફીકા પડી ગયા હતા. હાલ ચાલુ વર્ષે કોરોના વાયરસની ગતિ થોડી ધીમી પડી છે. કોરોના નબળો પડતા રાજ્ય સરકાર દ્વારા તમામ ધંધા રોજગારને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં જ દશામાં દસ દિવસ વ્રતનો તેમજ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં હિંદુ ધર્મના પવિત્ર તહેવારો શરૂ થશે. આ પહેલા સરકાર દ્વારા કોઈ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં ન આવતા માંઈ ભક્તો મુશ્કેલીમાં મૂકયા હતા. જો કે અંતે સરકાર દ્વારા 4 ફૂટ સુધીની પ્રતિમાઓને મંજૂરી આપવામાં આવતા ભક્તોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
જો કે હજુ સુધી વિસર્જન વિશે તંત્ર દ્વારા કોઈ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ નથી માટે અસમંજની સ્થિતિ સર્જાઈ છે.
વડોદરા શહેરની ટીમ રિવોલ્યુશનના સંચાલક સેજલ વ્યાસ દ્વારા આ વર્ષે પણ દશામાની મૂર્તિઓના વિસર્જન માટે વિશેષ પ્રકારનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે તમામ પ્રતિમાઓનુ વિસર્જન સોમનાથના દરિયામાં કરવામાં આવશે. જેને લઈને ટીમ રિવોલ્યુશનના કાર્યકરો સોમનાથ ખાતે પહોંચ્યા હતા. જ્યાં 25થી વધુ બોટને પ્રતિમાઓના વિસર્જન માટે બુક કરી હોવાની માહિતી સ્વેજલ વ્યાસ દ્વારા જણાાવવામાં આવી છે.
સ્વેજલ વ્યાસે જણાવ્યુ કે અમે મૂર્તિના વિસર્જન માટે 30થી 30 જહાજોને બુક કરેલા છે. વડોદરાથી અહીં લાવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વડોદરામાં ઝોન મુજબ અમે જગ્યા નક્કી કરીશુ જ્યાં તમારે દશામા માતાની મૂર્તિ આપવાની રહેશે. કોરોના ગાઈડલાઈન્સનુ સંપૂર્ણપણે પાલન કરવામં આવશે. વડોદરાથી 450 કિમી દૂર આ મૂર્તિઓને સોમનાથના દરિયે વિસર્જન માટે લાવવામાં આવશે.