બ્રાહ્મણ યુવતીએ મુસ્લિમ દોસ્ત સાથે મુંબઈમાં કર્યા લગ્ન, હિંદુ સંગઠનોએ ગણાવ્યો લવ જેહાદ
hindu muslim marriage news, વડોદરાઃ ગુજરાતમાં વડોદરા જિલ્લાના નાગરવાડી વિસ્તારમાં રહેતી એક બ્રાહ્મણ યુવતીના લવ મેરેજ પર વિવાદ થઈ ગયો છે. યુવતીએ લગભગ 6 વર્ષથી દોસ્ત રહેલ એક મુસ્લિમ યુવક સાથે મુંબઈના બાંદ્રાની મસ્જિદમાં નિકાહ કરી લીધા છે. આ માહિતી અમુક હિંદુ સંગઠનોને મળતા તેનો વિરોધ શરૂ થઈ ગયો. હિંદુ સંગઠનો તેમજ યુવતીના પરિવારજનોએ યુવતી પર દબાણ કર્યુ. વળી, પોલિસ યુવક-યુવતી બંનેને લઈને વડોદરા આવી ગઈ અને તેમને પોત-પોતાના ઘરે મોકલી દીધા. યુવતીના પરિવારનુ કહેવુ છે કે તે બહેકી ગઈ હતી, તેને સમજાવવાની કોશિશ ચાલુ છે. વળી, યુવકના પિતાએ કહ્યુ - અમને આ સંબંધની ભનક પણ નહોતી. આ બંનેને કેવી રીતે લગ્ન કરી લીધા, એ વકીલને પૂછો.
જણાવવામાં આવી રહ્યુ છે કે યુવક-યુવતીના લવ મેરેજ વિશે પહેલા યુવતીના પરિવારને માહિતી મળી હતી. પછી આ કેસ પોલિસ સ્ટેશન પહોંચ્યો. યુવકનુ નામ અયાઝ જણાવવામાં આવી રહ્યુ છે. બંનેમાં પહેલા દોસ્તી થઈ અને બાદમાં પ્રેમ થઈ ગયો. ગયા સોમવારે અયાઝ યુવતીને મુંબઈ સાથે લઈ ગયો. ત્યાં યુવતીને ધર્મ બદલાવ્યો પછી નિકાહ કર્યા. આના પર હિંદુ સંગઠનોને વાંધો છે. સૂચના મળતા સાંસદ રંજનબેન ભટ્ટે, ધારાસભ્ય સીમાબેન મોહિલ, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ અને મહામંત્રી સુનીલ સોલંકી યુવતીને મળવા તેના ઘરે પહોંચ્યા.
આ બધા નેતાઓઓ યુવતીના પરિવારનો સાથ આપવાની વાત કહી. આ ઉપરાંત વિવિધ હિંદુ સંગઠનના નેતાઓની પણ અવર-જવર શરૂ થઈ ગઈ છે. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ વિજય શાહે સવાલ કર્યો કે યુવતી મુસ્લિમ બની ગઈ, યુવક હિંદુ કેમ ન બની શકે. જો તેમનો પ્રેમ સાચો હોય તો યુવકે હિંદુ ધર્મના થઈ જવુ જોઈએ. વળી, એક નેતા નીરજ જૈન બોલ્યા કે ગુજરાત સરકાર પણ લવ જેહાદ રોકવા માટે યુપી સરકાર જેવો કાયદો લાવે. જો કે એક સ્થાનિક ન્યૂઝ વેબસાઈટના હવાલાથી યુવતીએ કહ્યુ છે કે તે પતિને હિંદુ બનવા માટે કહેશે.
ખેડૂતોના સમર્થનમાં આવ્યા ચિપકો આંદોલન નેતા સુંદરલાલ બહુગુણા