India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા: સ્વિમિંગ ટ્રેનરે અંગત પળો માણતો વીડિયો વાયરલ કરતા પરણિતાએ કરી પોલીસ ફરિયાદ

|
Google Oneindia Gujarati News

ગીર સોમનાથના વેરાવળ શહેરની પરણીતાએ સ્વિમિંગ ટ્રેનર વિરુદ્ધ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ. થોડા દિવસ પહેલા કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તરતા શિખવવાની લાલચ આપી સબંધો વધાર્યા અને બાદમાં ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હોવાની પરણિતાની ફરિયાદ કરી છે. વેરાવળ પોલીસે વડોદરાના સ્વિમિંગના ટ્રેનર વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડ્યો છે.

પોલીસ ગિરફ્તમાં રહેલા આ યુવક પર વેરાવળની પરણીતાને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. વેરાવળની પરણીતાએ વેરાવળ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, વડોદરાનો પ્રકાશ શિમ્પી નામનો સ્વિમિંગ ટ્રેનર વર્ષ 2014માં વેરાવળ બાયપાસ વિસ્તારમાં એક હોટલમાં સ્વિમિંગના ક્લાસ કરાવતો હતો.

પીડિત મહિલા સ્વિમિંગ શીખવા જતી જે દરમિયાન આરોપી પ્રકાશ શિમ્પીએ ધીમે ધીમે પરિચય કેળવી પરણીતાને પોતાની મોહજાળમાં ફસાવી દુષ્કર્મ આચરેલ અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેક વાર મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યાની પીડિત પરણીતાએ પોલીસ ફરિયાદમાં કેફિયત વર્ણવી છે.

પીડિત પરણીતાના જણાવ્યા મુજબ આરોપી પ્રકાશની બળજબરી વધતા અને પોતે તાબે ના થતા દુષ્કર્મનો વીડિયો પ્રકાશે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ પીડિત પરણીતાના 20 વર્ષીય પુત્ર અને પતિને પણ મોબાઈલ પર આ વીડિયો મોકલી માનસિક ત્રાસ આપ્યો હતો. વીડિયો વાયરલ થતા વ્યથિત બનેલી પીડિત પરણીતાની વ્હારે વેરાવળ પોલીસની શી (SHE) ટિમ કે જે, મહિલા અત્યાચાર અને સુરક્ષા માટે ખાસ કાર્યરત છે. તે ટિમના મહિલા પોલીસ દ્વારા પીડિતાને હિંમત આપી. જેથી પીડિતા પોલીસ ફરિયાદ માટે મક્કમ બનતા પોલિસે આરોપી પ્રકાશ શિમ્પી વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં વડોદરા ખાતેથી ઝડપી પડ્યો છે.

English summary
Vadodara: Married Women Filed Police Complaint Against Swimming Trainer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X