
વડોદરા: વેપારીની માતાને બંધક બનાવી કરાઇ 6.50 લાખની લુંટ, FIR દાખલ
વડોદરના સેવાસી ગામમાં રહેતા તારક બંગલામાં રહેતા અંજનાબેન પ્રકાશભાઇ પટેલના ઘરે લુંટની ઘટના બની છે. તેમના ઘરમા કુલ 6.50 લાખની લુંટ થઇ હોવાની વાત કરી છે. વેપારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યું છેકે ગત 13 તારીખે તેમનો પુત્ર તારક પરિવાર સાથે ઉતરાયણ કરવા અમદાવાદ ગયો હતો અને તે ઘેર એકલા હતા તે સમયે તેમના બંગ્લોમાં નોકર તરીકે નેપાળી દંપતી સહિત 4 શખ્સોએ તેમના ઘરમાંથી રૂપિયા 6 લાખ 50 હજારની રોકડ, સોનાના દાગીના લઇ ફરાર થઈ ગયાં છે.
તેમના બંગ્લોમાં નોકર તરીકે કામ કરતાં નેપાળી દંપતી સહિત 4 શખ્સોએ મને ગ્રીન ટીમાં કેફી પીણું પિવડાવી બંધક બનાવી બાદમાં તીજોરીની ચાવી અને લોકરનો નંબર માંગ્યો હતો. બાદમાં લૂંટારુઓએ 6.50 લાખ રોકડા, સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયાં હતાં. આ અંગે વડોદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા