For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા પોલીસ હેલ્પલાઇન જિંદગી : ડિપ્રેશન અને હતાશાથી પિડાતા લોકોને આપે છે નવું જીવન

વડોદરા શહેર પોલીસ 2 જૂન, 2021ના રોજ વડોદરા શહેરની પ્રથમ ટોલ ફ્રી ડિપ્રેશન અને આત્મહત્યા હેલ્પલાઇન 'જિંદગી' શરૂ કરી હતી, જે અંતર્ગત જાન્યુઆરી 2020થી આત્મહત્યાનો પ્રયાસ કરનારા 557 વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

વડોદરા શહેર પોલીસ 2 જૂન, 2021ના રોજ વડોદરા શહેરની પ્રથમ ટોલ ફ્રી ડિપ્રેશન અને આત્મહત્યા હેલ્પલાઇન 'જિંદગી' શરૂ કરી હતી, જે અંતર્ગત જાન્યુઆરી 2020થી આત્મહત્યાનો પ્રયાસ કરનારા 557 વ્યક્તિઓનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વંદ્રેવાલા ફાઉન્ડેશન અને વડોદરાની એમએસ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સહયોગથી શરૂ કરવામાં આવેલી આ હેલ્પલાઈન મારફતે બેરોજગારી, વૈવાહિક વિખવાદ અને આર્થિક સંકડામણ સહિતના મુદ્દાઓ પર લોકોને સંપર્ક કરી જરૂરી સલાહ લેવા માટે જણાવવામાં આવ્યું છે.

2 જૂન, 2021ના રોજ વડોદરા સિટી પોલીસે ટ્વીટ કર્યું હતું જેમાં વડોદરા સિટી પોલીસે લખ્યું હતું કે, શું આપને છે કોઈ મૂંઝવણ કે હતાશા તો એકલા કોઈ પગલું ભરતાં પહેલાં અમને કહો, જિંદગી હેલ્પલાઇન નં. 1096 / 7069944100 પર. આજ રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી નાઓએ પોલીસ ભવન ખાતે જિંદગી હેલ્પલાઇનનો કરાવ્યો શુભારંભ... #VadodaraCityPolice

21 જુલાઇ સુધીમાં 144 લોકોએ આ હેલ્પલાઇનમાં કોલ કરીને સલાહ લીધી હતી, જેમાંથી 40 લોકોને પ્રોફેશનલ કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ હેલ્પલાઇનનું સંચાલન વડોદરા પોલીસની SHE ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કાઉન્સેલિંગ ટીમના વડા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અનિતા વનાણીએ જણાવે છે કે, રોજગારી મેળવવા, કેટલીક સરકારી ઓફિસ શોધવા અને અન્ય બાબતોમાં મદદ માંગતા દરરોજ લગભગ 15 લોકોના કોલ આવે છે. જેમને અમારી ટીમ ખુશીખુશી તેમને જરૂરી માહિતી આપે છે. અમે કેટલાક કોલર્સને જોબ વેકેન્સીના રેફરન્સ પણ આપ્યા છે. કારણ કે, અમારો અંતિમ ઉદ્દેશ્ય લોકોને મદદ કરવાનો છે. કાઉન્સેલિંગ મેળવનારા લોકોમાં તમામ ઉંમરના અને વિવિધ કારણોસરનો સમાવેશ થાય છે.

Vadodara Police Helpline Zindagi

અનિતા વાનાણી જણાવે છે કે, અમને એકલતા અને વૈવાહિક વિવાદોથી હતાશાથી પિડાતા વરિષ્ઠ નાગરિકો કોલ કરે છે. આ સાથે ડિપ્રેશન સંબંધિત સમસ્યાઓ, નોકરી ગુમાવવા અને નાણાકીય તંગી ધરાવતા યુવાનો પણ અમને ફોન કરે છે.

1096ની પોલીસ હેલ્પલાઈન પર કોલ કરીને લોકો અમારી સાથે જોડાય છે. શરૂઆતમાં કોલ પર હાજર રહેલા અધિકારીઓ આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરે છે. જો એમને લાગે કે, વ્યક્તિ કન્વિન્સ નથી તો અમે તેમને મનોવિજ્ઞાનિક પાસે મોકલી આપીએ છીએ, જે એમએસ યુનિવર્સિટીમાંથી અમારી સાથે કામ કરી રહ્યા છે. અમે વ્યક્તિઓને મનોવૈજ્ઞાનિકનો નંબર અને અપોઇટમેન્ટ આપીએ છીએ, જેથી તેમને મનોવૈજ્ઞાનિક સાથે વાત કરી શકે છે. અમે બંને પાસેથી ફોલોઅપ પણ મેળવીએ છીએ.

2020 ની શરૂઆતથી આત્મહત્યાના પ્રયાસથી બચી ગયા હોય તેવા 557 લોકોને ડિપાર્ટમેન્ટ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. વડોદરા શહેર પોલીસના આંકડા મુજબ 2020માં કુલ 370 વ્યક્તિઓ આત્મહત્યાના પ્રયાસમાંથી બચી ગયા હતા. જે ચાલુ વર્ષે 28 જૂન સુધીમાં 187 વ્યક્તિઓ આત્મહત્યાના પ્રયાસથી બચી ગઇ છે.

Vadodara Police Helpline Zindagi

વર્ષ 2020માં આત્મહત્યાના પ્રયાસના કેસોની જાણ કરતા પોલીસને 31 સ્ટેશન ડાયરી એન્ટ્રીમાં અને હોસ્પિટલમાંથી 339 કોલ મળ્યા હતા. જેમાં તેમને પોલીસ કાર્યવાહી કરવા ઇચ્છતા ન હતા. જ્યારે આમાંથી બચી ગયેલા 205 લોકોએ પોતાના કાઉન્સેલિંગ સેશન પણ પૂર્ણ કર્યા છે. 165 વ્યક્તિઓનું હાલ કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે.

આ વર્ષે 28 જૂન સુધીમાં વડોદરા શહેર પોલીસને આત્મહત્યાના પ્રયાસોની 16 જેટલી સ્ટેશન ડાયરી એન્ટ્રી મળી છે, જેમાંથી 4 લોકોએ કાઉન્સેલિંગ સેશન પૂર્ણ કર્યા છે અને હાલ 12 લોકો કાઉન્સેલિંગ હેઠળ છે. પોલીસને વર્ષ 2021માં વડોદરા શહેરના કેસની જાણ કરતી હોસ્પિટલમાંથી અન્ય 171 આત્મહત્યાના કોલ મળ્યા છે. જેમાંથી 108 વ્યક્તિઓએ કાઉન્સેલિંગ પૂર્ણ કર્યું છે, જ્યારે 63 લોકો કાઉન્સેલિંગ હેઠળ છે.

વડોદરા શહેરના પોલીસ કમિશનર સમશેર સિંહે જણાવ્યું હતું કે, ડીજીપીની સૂચનાના આધારે મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને મદદ કરવા માટે અમારા સક્રિય પગલાંના ભાગરૂપે SHE ટીમ આ કેસ સુધી પહોંચે છે. જેનો મુખ્ય ઉદ્દેશ તકલીફમાં વ્યક્તિને સપોર્ટ અને આશા આપવાનો છે. જો કોઈ વ્યક્તિ ઉદાસીનતાના કારણોનું તટસ્થ મૂલ્યાંકન કરી શકે અને તેને કોઈ નિરાકરણ કે આશા પૂરી પાડી શકે તો કોઈ વ્યક્તિ ઘણીવાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરે છે. ઉમદ્દા અધિકારીઓની બનેલી SHE ટીમ વર્ષ 2020થી કેસ એન્ટ્રીના આધારે હેલ્પલાઇનને તેમજ અમારા દ્વારા ઓળખાયેલા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.

English summary
Vadodara City Police launched Vadodara City's first toll free Depression and Suicide Helpline 'Zindagi' on June 2, 2021, under which counseling of 557 persons who have attempted suicide has been started since January 2020. Launched in collaboration with the Vandrewala Foundation and the Department of Psychology, MS University, Vadodara, the helpline is designed to reach out to people on issues including unemployment, marital discord and financial constraints.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X