વડોદરાઃ ઘરેથી નીકળ્યાના 24 કલાક બાદ તળાવમાંથી મૃત મળ્યા 3 સગા ભાઈ
વડોદરાઃ ગુજરાતમાં વડોદરાના કોળિયાદ ગામમાં હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ગામ પાસેના એક તળાવમાંથી 8થી 13 વર્ષની ઉંમરના ત્રણ સગા ભાઈઓના શબ મળ્યા છે. જેના કારણે સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. આ ત્રણે ભાઈઓ ઘરેથી નીકળ્યાના 24 કલાક બાદ આ સ્થિતિમાં મળ્યા છે. પરિવારજનો દ્વારા તેમની આસપાસના ગામોમાં પણ શોધ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અમુક ગામ લોકોએ તેમના શબ તળાવમાં તરતા જોયા. જેની સૂચના તેમના ઘરવાળાને આપવામાં આવી.
પરિવારજનો પોતાના પડોશીઓ સાથે દોડીને તળાવ પર પહોંચ્યા. ઘટના સ્થળે પહોંચેલી પોલિસે ત્રણને શબને કબ્જે લઈ લીધ અને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી દીધી. માહિતી મુજબ કોળિયાદ ગામ કરજણ તાલુકામાં આવે છે. જ્યાં રહેતા ભરવાડ પરિવારના 8 વર્ષીય ઉત્તમ, 10 વર્ષનો ધ્રુવ અને 13 વર્ષનો મધુર મંગળવારે સવારે ઘરેથી રમવા માટે નીકળ્યા હતા. બપોર સુધી ત્રણે ઘર પાછા ન આવ્યા તો પરિવારે શોધ શરૂ કરી.
આખા ગામમાં જ્યારે ખબર પડી તો આસપાસના ગામોમાં પણ સૂચના આપવામાં આવી. તેમછતાં બાળકોના સમાચાર ન મળતા પરિવારજનોએ પોલિસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. આ દરમિયાન અમુક લોકોએ તળાવમાં શબ જોયા તો અન્ય ગામ લોકોને જણાવ્યુ. પરિવારજનોને જાણ થતાં પોલિસને પણ સૂચના આપવામાં આવી. ત્રણે મૃતકો વિશે જાણવા મળ્યુ કે તે ઉત્તમ, ધ્રુવ અને મધુર જ છે. હવે એક જ પરિવારના ત્રણે ભાઈઓના મોતથી આખુ ગામ ગમગીન છે.
પતિને બંધક બનાવીને 5 બાળકોની મા સાથે 17 લોકોએ કર્યો ગેંગરેપ