
નવરાત્રી દરમિયાન મહિલાઓએ એકલા બહાર જવું ન જોઈએ : પોલીસ
વડોદરા : ગુજરાતને ઘણીવાર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે, તેમ છતાં વડોદરા ગ્રામ્ય પોલીસ માને છે કે, તેમની પોતાની સલામતી માટે મહિલાઓએ નવરાત્રિ દરમિયાન એકલા બહાર નીકળવું ન જોઈએ, ખાસ કરીને એવા સમયે જ્યારે નવરાત્રિ શેરી અને સોસાયટીમાં ઉજવવામાં આવે અને મોટા સ્થળોએ નહીં.
નવરાત્રિ દરમિયાન મહિલાઓની સલામતી માટે, જો શક્ય હોય તો એકલા બહાર ન જાવ
વિચિત્ર લાગે વાત છે કે, પોલીસે વડોદરા ગ્રામ્ય પોલીસના ફેસબુક પેજ પર મૂકવામાં આવેલી 11 સૂચનાઓની યાદીમાં મુખ્ય મુદ્દા તરીકે સાવચેતી અને સલામતી પર ભાર મૂકવામાં આવ્યો છે. આ યાદીમાં 10 મી સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "નવરાત્રિ દરમિયાન મહિલાઓની સલામતી માટે, જો શક્ય હોય તો એકલા બહાર ન જાવ અને જરૂર પડે તો મહિલા હેલ્પલાઇન 181 ડાયલ કરો."
વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુધીર દેસાઈએ આ અંગે આપી પ્રતિક્રિયા
આ સૂચનાઓ વિશે વાત કરતાં વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, હું સૂચનાઓ તપાસ કરાવીશ. તે કેવી રીતે અર્થઘટન કરવામાં આવે છે, તેના પર નિર્ભર છે, પરંતુ હું આ તપાસ અને સુધારીશ.
જો કોરોના રસીના બંને ડોઝ હોય તો જ ગરબા સ્થળની મુલાકાત લો
અન્ય સૂચનાઓમાં માત્ર મધ્યરાત્રિ સુધી જ નવરાત્રિ ઉજવવી, 400 થી વધુ લોકોને ભેગા ન કરવા, કોવિડ 19 માર્ગદર્શિકાનું પાલન, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ, ગરબા રમતી કરતી વખતે સામાજિક અંતર જાળવવું અને જો શક્ય હોય તો, રસીના બંને ડોઝ હોય તો જ ગરબા સ્થળની મુલાકાત લો. આ સૂચનોમાં આયોજકોની સૂચનાઓ અને અસામાજિક તત્વો દ્વારા કોઈપણ પ્રકારની સતામણી માટે પોલીસ કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સલાહ પણ આપવામાં આવી છે.
એકલા બહાર ન જવાનું કહેવાને બદલે, પોલીસે ખાતરી કરવી જોઈએ કે, ત્યાં પુરતા પોલીસ છે જેથી મહિલાઓ સલામત લાગે
માંજલપુરની રહેવાસી એક મહિલાએ આ અંગે જણાવ્યું હતું કે, સૂચના તદ્દન સમસ્યારૂપ છે. મહિલાઓને સાવચેતી રાખવા અને એકલા બહાર ન જવાનું કહેવાને બદલે, પોલીસે ખાતરી કરવી જોઈએ કે, ત્યાં પુરતા પોલીસ છે જેથી મહિલાઓ સલામત લાગે. દિવસ અને રાત ગમે ત્યારે મહિલાઓની સલામતી અને મહિલા સ્વાતંત્ર્યની દેશમાં રાજ્યની આગવી છબી છે.