For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બલ્લે બલ્લે: ભારતીય સીખ સિરીયામાં ઉડાવશે ISISના હોશ

|
Google Oneindia Gujarati News

બુધવારે ભારતમાં જન્મેલા ભારતીય સીખ હરજીત સજ્જને કેનેડામાં પહેલા સીખ રક્ષા મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે કેનેડામાં શપથ ગ્રહણ કર્યા અને આ તરફ સોશ્યિલ મિડીયા પર તેમના ફોટો વાઇરલ થવા લાગ્યા અને દરેક ભારતીય બસ તેમની જ વાત કરવા લાગ્યો.

નિશ્ચિત રીતે જ આ સમાચાર દરેક ભારતીયની સાથે સીખો માટે પણ એક મોટા સન્માનના સમાચાર છે. હરજીતને તેમના જાણીતા લોકો "દુશ્મનો માટે કહેર" કહીને બોલાવે છે.

હરજીત અંગે એવી ઘણી વાતો છે, જે તેમને રાજનેતાઓ કરતા અલગ કરે છે. અને સૌથી મોટી વાત એ છેકે તેઓ રાજનિતી નહિં પરંતુ રક્ષા ક્ષેત્રમાંથી આવે છે.

કનેડિયન આર્મ્ડ ફોર્સીસમાં લેફ્ટનેંટ કર્નલ હરજીત સજ્જન અંગે જાણો કેટલીક ખાસ વાતો અને જુઓ તેમની કેટલીક ખાસ તસવીરો. અમે આ ફોટોગ્રાફ્સ હરજીતના ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ પરથી લીધા છે.

ભારતમાં જન્મ

ભારતમાં જન્મ

હાલમાં સજ્જનની ઉંમર 45 વર્ષની છે. જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર કેનેડા જતો રહ્યો હતો.

જાસુસમાંથી બન્યા MP

જાસુસમાંથી બન્યા MP

સજ્જન, વૈંકુવર સાઉથમાંથી પસંદ થયા છે. તેમજ તેઓ વૈંકુવર પોલીસની સાથે તેમની ગેંગ ક્રાઇમ યુનિટમાં એક જાસુસ તરીકે કામ કરતા હતા.

જંગના મેદાનમાં દુશ્મનોના હોશ ઉડાવ્યા

જંગના મેદાનમાં દુશ્મનોના હોશ ઉડાવ્યા

સજ્જન એક કામ્બેટ વેટરેન છે. તેઓ બોસ્નિયા અને અફઘાનિસ્તાનમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

સીખ તરીકે પહેલી ઉપલબ્ધિ

સીખ તરીકે પહેલી ઉપલબ્ધિ

હરજીત પહેલા ભારતીય સીખ હતા કે જેમને કેનેડિયન આર્મીની રેજીમેન્ટને કમાંડ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ઘણાં પુરસ્કાર મળ્યા છે

ઘણાં પુરસ્કાર મળ્યા છે

હરજીતને ઘણાં મિલીટ્રી સન્માનોથી નવાજવામાં આવ્યા છે. વર્ષ 2013માં તેમને કંધારમાં તાલિબાનીઓ વિરૂદ્ધ કાર્યવાહીને લઇને મૈરિટોરિયસ સર્વિસ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથે જ તેમને કેનેડિયન પીસકીપિંગ સર્વિસ મેડલથી નવાજવામાં આવ્યા છે.

ઇન્ટેલીજન્સ સર્વિસમાં બેસ્ટ

ઇન્ટેલીજન્સ સર્વિસમાં બેસ્ટ

વૈંકુવર પોલીસ ડીપાર્ટમેન્ટ એટલે કે વીપીડીમાં બ્રિગેડિયર જનરલ ડેવિડ ફ્રેઝરનું માનીએ તો હરજીત વીપીડીની ઇન્ટેલીજેન્સમાં બેસ્ટ જાસૂસ હતા. તેમની બહાદુરી અને કર્તવ્ય નિષ્ઠાનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે.

ISIS વિરૂદ્ધ લડાઇમાં મહત્વ

ISIS વિરૂદ્ધ લડાઇમાં મહત્વ

જ્યારે તેમણે આ પદની જવાબદારી લીધી જ છે, ત્યારે તેમના પર પ્રધાનમંત્રી જસ્ટીન ટૂડૂયની સાથે મળીને ઇરાક અને સિરીયામાં ISIS વિરૂદ્ધ કેનેડાના કામ્બેટ મિશન માટે રણનિતી ઘડવાની છે.

રાજનૈતિક વિવાદ

રાજનૈતિક વિવાદ

જો કે સજ્જનની સાથે કેટલાક રાજનૈતિક વિવાદ પણ જોડાયેલા છે. તેમછતા તેમની બહાદુરી માટે કોઇને શક નથી.

હેપ્પી ફેમિલી

હેપ્પી ફેમિલી

સજજ્ન એક હેપ્પી ફેમિલી ધરાવે છે. તેમના લગ્ન એક ડૉક્ટર સાથે થયા છે. અને તેમના બે બાળકો પણ છે.

પત્ની સોશ્યિલ વર્કર

પત્ની સોશ્યિલ વર્કર

પત્ની એક ડૉક્ટર પણ છે, અને સાથે જ સમાજસેવા પણ કરે છે.

English summary
Canada's new Defence Minister Harjit Sajjan is a war veteran and served in Afghanistan and Bosnia.He has served Canadian armed forces and was a VPD in Gang Crime Unit detective.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X