For Quick Alerts
For Daily Alerts

રશિયાના ભારે બૉમ્બમારામાં યુક્રેનના સેવરોડોનેત્સકમાં 10ના મોત
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ. છેલ્લા ઘણા મહિનાઓથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ દરમિયાન બંને પક્ષના સેંકડો સૈનિક અને હજારો લોકોના જીવ જઈ ચૂક્યા છે. રશિયા તરફથી ભારે ગોળીબાર સતત ચાલુ છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ યુક્રેનના સેવરોડોનસ્કમાં રશિયાના ગોળીબારમાં 10 લોકોના માર્યા ગયાના સમાચાર છે. બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે ઘણા દોરની બેઠક થઈ ચૂકી છે પરંતુ તેમાં કોઈ પરિણામ નીકળી શક્યુ નથી. અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે પરંતુ આ પ્રતિબંધો આગળ રશિયા ઝૂકવાનુ નામ નથી લઈ રહ્યુ.
Comments
English summary
10 lost life in Ukraine in Russia shells in Severodonetsk.
Story first published: Tuesday, May 17, 2022, 8:02 [IST]