For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનમાં પીએમ મોદીએ વ્યાપાર સભાને કરી સંબોધિત, જાણો ખાસ વાતો..

જાપાનમાં વ્યાપાર સભાને સંબોધિત કરવા માટે પીએમ મોદીએ એવો વિકાસ કરવાની વાત કરી જેનાથી વાતાવરણ પર પ્રતિકૂળ અસર ન પડે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. એક વ્યાપાર સભા દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં જાપાન અને ભારતના દ્વિપક્ષીય સંબંધો પર પોતાની વાત રજૂ કરી. વળી તેમણે વ્યાપારિક સંબંધો પર ટિપ્પણી પણ કરી. આવો તમને જણાવીએ આ સભામાં પીએમ મોદીના ભાષણની ખાસ વાતો.

japan 1

મોદીએ કહ્યુ કે ભારતમાં જાપાન ગુણવત્તા, ઉત્કૃષ્ટતા, ઇમાનદારી અને નિષ્ઠાનું પ્રતીક છે. દુનિયાના બાકી ભાગોમાં જાપાનના વિકાસ યોગદાનથી આપણે બધા પરિચિત છીએ. પીએમ મોદીએ કહ્યું કે જાપાનના નેતૃત્વ, સરકાર, ઉદ્યોગ અને જનતા સાથે મારો એક દાયકા જૂનો સંબંધ છે. તેમણે જણાવ્યુ કે ભારતને ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીએ આપેલી સત્યની શિક્ષાથી પ્રેરણા મળે છે.

પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને જાપાન એકસાથે કામ કરવા માટે સૌથી વધુ અનુકૂળ છે. 21 મી સદી એશિયાની માનવામાં આવે છે. એશિયાને વૈશ્વિક વિકાસનું કેન્દ્ર માનવામાં આવે છે. આપણે સાથે કામ કરવાનું ચાલુ રાખવુ પડશે જેથી એશિયાના આ ઉર્ધ્વ કાળમાં મહત્વની ભૂમિકા ભજવી શકીએ.

japan 2

પીએમ મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય પર્યાવરણના નબળા પરિદ્રશ્યમાં ભારતના મજબૂત વિકાસના સમાચાર છે જે અવિશ્વસનીય અવસર અને ભારતની વિશ્વસનીય નીતિઓને કારણે સંભવ બન્યુ. હું તમને 10 વર્ષીય વિઝા, ઇ-ટુરિસ્ટ અને વિઝા ઓનલાઇન જેવી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરુ છુ. પીએમ એ કહ્યું કે જાપાન સાથે સુરક્ષાના કરાર પણ લાગૂ કરવામાં આવ્યા છે. અમે તમારી ચિંતાઓનું સમાધાન કરવા માટે સક્રિય છે.

પીએમ કહ્યું કે ભારતનો વિકાસ વિશાળ અને મજબૂત છે. આપણા વિકાસની પ્રાથમિકતા માટે ઝડપી સિદ્ધિઓની જરુર છે. પરંતુ તે પર્યાવરણને અનુકૂળ હોવુ જોઇએ. તેમણે કહ્યું કે આપણે રસ્તા અને રેલવે ઝડપથી બનાવવા ઇચ્છીએ છીએ. આપણે ખનીજ પદાર્થો અને હાઇડ્રોકાર્બનનો પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવાનો છે. આપણે ઘર બનાવવા ઇચ્છીએ પરંતુ સ્માર્ટ રીતે. આપણે સ્વચ્છે રીતે ઉર્જાનુ ઉત્પાદન કરવા ઇચ્છીએ છીએ.

japan 3

પીએમ મોદીએ કહ્યું કે 'મેડ ઇન ઇંડિયા ઓર મેડ બાય જાપાન' એ પહેલેથી જ સરસ રીતે કામ કરવાનું શરુ કરી દીધુ છે. અમે તેને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત આર્થિક સુધારા માટે નવી દિશાને અનુસરી રહ્યુ છે. મારો સંકલ્પ છે કે ભારત દુનિયા માટે સૌથી વધુ ખુલ્લી અર્થવ્યવસ્થા હોય.

પીએમ મોદીએ કહ્યુ કે ભારતના સંદર્ભમાં સ્કેલ, સ્પીડ અને સ્કીલની જરુરત માટે જાપાનની ભૂમિકા મહત્વની છે. અમારા મેગા પ્રોજેક્ટમાં જાપાનની ભાગીદારી સ્કેલ અને સ્પીડની પ્રતીક છે. સ્કીલ માટે પણ પહેલ ચાલુ છે.

modi

બીજી પેઢી માટે કેટલીક ભવિષ્યની યોજનાઓ છે જેમાં ફ્રેટ કોરિડોર, ઔદ્યોગિક કોરિડોર, હાઇ સ્પીડ રેલવે, સ્માર્ટ સિટી, કોસ્ટલ ઝોન અને મેટ્રો રેલ પ્રોજેક્ટ સંકળાયેલા છે. જાપાની ઉદ્યોગ માટે આ બધી ઓફર અદ્વિતીય અવસર છે. ભારતમાં ઇ- ગવર્નંસ માત્ર એક લોક્પ્રિય શબ્દ જ નહિ પરંતુ પાયાની સુવિધા છે.

પીએમ એ કહ્યું કે અમે ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ હેઠળ નવા કાયદા બનાવી દીધા છે. વાણિજ્યિક બાબતોની જલ્દી પતાવટ માટે અમે વાણિજ્યિક ડિવીઝન અને વાણિજ્યિક કોર્ટની સ્થાપના કરી રહ્યા છે. સંબોધનના અંતમાં તેમણે કહ્યું કે તમારા હાર્ડવેર અને અમારા સોફ્ટવેરનું સંયોજન ખૂબ જ ઉમદા છે. આવો, ઉજ્વળ સંભાવનાઓ અને મોટી ક્ષમતાઓના પ્રદર્શન માટે એકબીજા સાથે હાથ મિલાવીએ.

English summary
10 Points of prime minister narendra modi's speech at japan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X