• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાના કહેરના 100 દિવસઃ વિશ્વ આખામાં 16 લાખથી વધુ દર્દી, 95 હજારના મોત

|

નવા વર્ષના પહેલા દિવસે જ્યારે સૌકોઈ જશ્નમાં ડૂબ્યું હતું, ત્યારે ચીનમાં નવા જીવલેણ વાયરસ જન્મ લેવાની ચેતવણી સામે આવી અને જોતજોતામાં આ આખી દુનિયાને બેબસ કરનાર મહામારીમાં તબ્દીલ થઈ ગઈ, જેણે તમામ દેશોને ક્યારેય ના ભૂલી શકાય તેવો પાઠ ભણાવી દીધો. ચીને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાતે 1.38 વાગ્યે સત્તાવાર રીતે આ વાયરસનો ખુલાસો કર્યો, જે 1.1 કરોડ વસ્તીવાળા વુહાનના ખુલા માંસ બજારથી ફેલાયો. 100 દિવસમાં કોરોનાથી દુનિયાભરમાં દર્દીની સંખ્યા 16 લાખને પાર પહોંચી ગઈ છે અને 95 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે.

1 જાન્યુઆરી- વુહાનના માસ બજાર બંધ

વુહાનનું માસ-મચ્છી બજાર બંધ કરી દેવામાં આવ્યું. રહસ્યમય બીમારીના અહવાલ ચીનના સોશિયલ મીડિયામાં વાયરલ થયા. તાઈવાન, હોંગકોંગ અને સિંગાપુરે સૌથી પહેલું સ્ક્રીનિંગ શરૂ કર્યું.

9 જાન્યુઆરી- નોબલ કોરોના વાયરસની ઓળખ

ચીની વૈજ્ઞાનિકોએ સાર્સ, માર્સથી અલગ નવા કોરોના વાયરસની ઓળખ કરી. વુહાનમાં 61 વર્ષના પહેલા દર્દીનું મોત થયું.

13 જાન્યુઆરી- ચીનથી બહાર પહેલો કેસ

ચીનથી બહાર પહેલો કેસ મળ્યો. ચીને કહ્યું કે માનવથી માનવમાં સંક્રમણના સંકેત નથી. એક અઠવાડિયામાં સેંકડો કેસ મળ્યા.

20 જાન્યુઆરી

ચીને માન્યું કે, માણસોમાં સંક્રમણ ફેલાયું. બેઈઝિંગ, શાંઘાઈ અને ગુઆંગદોંગમાં પ્રસાર. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયામાં પહેલો કેસ.

24 જાન્યુઆરી- વુહાનમાં લૉકડાઉન

વુહાનમાં લૉકડાઉનનું એલાન. 800થી વધુ મામલા અને 25 મોતનો ખુલાસો. ફ્રાંસ પહોંચ્યો વાયરસ, અમેરિકા બોલ્યું- અમને ખતરો નથી.

31 જાન્યુઆરી- ભારતમાં પહેલો દર્દી

ભારત, બ્રિટન, સ્પેન અને ઈટલીમાં પહેલો દર્દી સામે આવ્યો. ઈટલી, સ્પેને કહ્યું કે અમને કોઈ ખતરો નથી. ચીનમાં સંક્રમિત 11 હજાર અને 258 દર્દીના મોત થયાં. અમેરિકાએ ચીન યાત્રીઓ પર પ્રતિબંધ લગાવ્યો.

4 ફેબ્રુઆરી- ચીન બહાર પહેલું મોત

ચીનમાં કુલ દર્દી 20 હજાર અને 425 મો થયાં. ચીનથી બહાર ફિલીપીન્સમાં પહેલું મોત થયું. વ્હિસલબ્લોઅર ડૉક્ટર લી વેનલિયાંગનું મોત. અમેરિકી વૈજ્ઞાનિકોએ ચેતાવણી પર ટ્રમ્પ બોલ્યા- ગરમી વધતા જ બીમારી દૂર થશે.

19 ફેબ્રુઆરી- દક્ષિણ કોરિયાનું ચર્ચ બન્યું મુસીબત

દક્ષિણ કોરિયામાં સંક્રમિત મહિલા 1200ની ભીડવાળી ચર્ચમાં પહોંચી, આનાથી મામલા આગની ગતિએ ફેલાયા. વાયરસ ઈરાન પહોંચ્યો. સંક્રમણથી અજાણ ઈટલી અને સ્પેનમાં ફુટબોલના મોટા મેચ થયા.

25 ફેબ્રુઆરી- દુનિયાભરમાં ખતરાની ઘંટડી

દુનિયાભરમાં 80 હજારને સંક્રમણ થયું. ઈટલીમાં 11 મોત થયાં અને બેરગામોમાં ક્વારંટાઈન લાગૂ કરાયુ. ઈરાનના કૌમમાં 50થી વધુ મોતથી હડકંપ મચ્યો. ભારત પ્રવાસ પર ટ્રમ્પે ફરી કહ્યું- અમેરિકા સુરક્ષિત.

6 માર્ચ- ઈટલીમાં 6 ગણા મોત વધ્યા

ઈટલીમાં 6 દિવસમાં મૃત્યુદર 6 ગણો વધ્યો, અહીં 10 હજાર મામલા નોંધાયા. બ્રિટેનમાં સક્રમણથી પહેલા મોત પર પીએમ બોરિસ જાનસને કહ્યું હતું કે હાથ મિલાવવુ ચાલુ રાખશે.

11 માર્ચ- કોવિડ-19ને મહામારી ઘોષિત કરી

ડબલ્યૂએચઓ દ્વારા મહામારી ઘોષિત કરતાની સાથે જ દુનિયામાં એક લાખ 16 હજાર અને અમેરિકામાં મામલા એક હજારને પાર પહોંચ્યા. અમેરિકા, બ્રિટન અને ભારતમાં બજાર ગગડ્યું. ઈટલીમાં એક દિવસમાં 168 મોત થયાં. બ્રિટનનું સોશિયલ ડિસ્ટેન્સિંગથી ઈનકાર.

17 માર્ચ- યૂરોપની સીમાઓ સીલ થઈ

યૂરોપીય દેશોએ સીમાઓ સીલ કરી. ફ્રાંસે યુદ્ધ જૈવી સ્થિતિ ઘોષિત કરી. સ્પેનમાં 17 હજાર મામલા થયા. એક લાખ 60 હજાર જેટલા દર્દી વિશ્વભરમાં નોંધાયા.

22-23 માર્ચ

22 માર્ચે ભરતમાં જનતા કર્ફ્યૂ રહ્યું. બ્રિટનમાં 6600 કેસ નોંધાયા બાદ લૉકડાઉન. 24 માર્ચથી ભારતમાં લૉકડાઉન. ન્યૂયોર્કમાં 5 હજાર સાથે અમેરિકામાં 20 હજાર દર્દી મળ્યા. માર્ચના અંત સુધી અડધી દુનિયામાં લૉકડાઉન. વિશ્વભરમાં 3 લાખ 70 હજારથી વધુ દર્દી નોંધાયા.

2 એપ્રિલ- 50 હજાર પહોંચ્યો મોતનો આંકડો

દુનિયામાં 10 લાખથી વધુ દર્દી થયા અને 50 હજારથી વધુના મોત થયાં. ભારતમાં કુલ દર્દી 2069 થયા. સ્પેનમાં એક દિવસમાં રેકોર્ડ 950ના મોત થયાં. અમેરિકામાં અઢી લાખ કેસ અને મૃત્યુનો આંકડો છ હજારે પાર પહોંચ્યો.

99મો દિવસ- 8 એપ્રિલ

સંક્રમિત બ્રિટીશ પીએમ બોરિસ જૉનસનની હાલત ગંભીર. 4 એપ્રિલે વિશ્વભરમાં 6500 મોત થયાં. આઠ એપ્રિલે કુલ 13 લાખ મામલા નોંધાયા અને મૃતકોની સંખ્યા 75 હજારને પાર પહોંચી ગઈ.

વિશ્વમાં 97751ના મોત, 16 લાખથી વધુ સંક્રમિત

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો પ્રકોપ થમવાનું નામ નથી લઈ રહ્યો અને અત્યાર સુધી વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે આ સંક્રમણને કારણે અત્યાર સુધી 97751 લોકોના મોત થઈ ચૂક્યાં છે તથા 16 લાખ લોકો આનાથી સંક્રમિત થયા છે. વિશ્વભરમાં અત્યાર સુધી 3.53 લાખ લોકો ઠીક થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને પાછલા 12 કલાકમાં 547 નવા મામલા સામે આવ્યા બાદ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વદીને 6412 થઈ ગઈ છે. કોવિડ 19 મહામારીથી ગત 12 કલાકમાં રેકોર્ડ 30 લોકોના મોત થયાં છે, જેનાથી મૃતકોનો આંકડો 199 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ કોરોના વાયરસના કુલ 6412 મામલામાંથી 5709 એક્ટિવ કેસ છે.

English summary
100 days of corona virus, more than 95 thousand patients died world wide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more