
સેનેગલની હોસ્પિટલમાં લાગી આગ, 11 નવજાત બાળકોના મોત
ડાકરઃ પશ્ચિમી અમેરિકાના દેશ સેનેગલમાં સ્થિત ટિવાઉને શહેરમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એક હોસ્પિટલમાં આગ લાગવાથી 11 નવજાત બાળકોના મોત થઈ ગયા છે. દેશના રાષ્ટ્રપતિએ આ દુઃખદ ઘટનાની માહિતી આપી છે. રાષ્ટ્રપતિ મેકી સેલે ટ્વિટ કરીને આ ઘટનાની માહિતી આપી. તેમણે લખ્યુ, ટિવાઉનેની સાર્વજનિક હોસ્પિટલના નવજાત વિભાગમાં આગમાં 11 નવજાત શિશુઓના મોત વિશે મને હાલમાં જ દર્દનાક અને નિરાશ કરનાની માહિતી મળી છે.
જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ તે આગ કયા કારણોસર લાગી છે પરંતુ સેનેગલના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી આગ લાગવાની ઘટનામાંની એક છે. ગયા વર્ષે પણ સેનેગલમાં એક હોસ્પિટલમાં નિયોનેટલ વોર્ડમાં આગ લાગી ગઈ હતી જેમાં 4 બાળકોના મોત થઈ ગયા હતા. પ્રશાસનનુ કહેવુ છે કે તે આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યુ છે. પ્રશાસન એ જાણવાની કોશિશ કરી રહ્યુ છે કે આખરે આગ ક્યાંથી શરુ થઈ.