• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેક્સિકોની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, 13ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
મેક્સિકો સિટી, 28 એપ્રિલ: મધ્ય મેક્સિકોની એક જેલમાં થયેલી મારામારીમાં 13 કેદીઓના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 65 કેદીઓને ઇજા પહોંચી છે. રાજ્યના અટોર્ની જનરલ કાર્યાલયના જણાવ્યા અનુસાર રાજ્યની રાજધાની સ્થિત લા પિલા જેલમાં સ્થાનિક સમયાનુસાર સવારે સવા ચાર વાગે મારામારી થઇ હતી. જો કે કેદીઓની ટુકડીએ અન્ય એક ટુકડીની હરકતોથી કંટાળીને ચાકૂ વડે હુમલો કર્યો હતો.

એજન્સીના પ્રવક્તા ગેબરીલા ગોંઝાલેઝ ચોંગે કહ્યું છે કે આ ઘટનામાં જેલ અધિકારીઓ વિરોદ્ધ વિદ્રોણ ન હતો. સેન લુઇસ પોટોસીના ગવર્નર ફર્નાડો તોરાંજોએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ મારામારીમાં 13 કેદીઓના મોત નિપજ્યાં છે જ્યારે 65 કેદીઓને ઇજા પહોંચી છે જેમાં 22ની હાલત ગંભીર છે. તેમને જણાવ્યું હતું કે અધિકારીઓ આમાં જેલ અધિકારીઓની ભૂમિકા હોવાની તપાસ કરી રહ્યાં છે.

English summary
A group of inmates used homemade knives and picks to attack rivals at the La Pila prison, the state attorney general's office was quoted as saying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X