For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બોમ્બ ધમાકો, 20 ના મોત, 65 ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં ચૂંટણી રેલી દરમિયાન બોમ્બ ધમાકામાં 20 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પેશાવરમાં ચૂંટણી રેલી દરમિયાન બોમ્બ ધમાકામાં 20 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં સ્થાનિક નેતા હારુન બિલોક પણ શામેલ છે. જાણકારી અનુસાર આ બોમ્બ ધમાકો આત્મઘાતી બોમ્બ ધમાકાથી થયો છે. આ ધમાકો આવામી નેશનલ પાર્ટીની ચૂંટણી રેલી દરમિયાન થયો. જેમાં 65 લોકો ઘાયલ થયા છે. પોલિસ અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળ કોનો હાથ છે.

pakistan

વળી, આ હુમલામાં ઈમરાન ખાને દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે હું હારુન બિલોર અને અન્ય 2 એએનપી કાર્યકર્યાઓના મૃત્યુથી દુઃખી છું અને આ હુમલાની આકરી નિંદા કરુ છું. ઈમરાન ખાને કહ્યુ કે બધા રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોને ચૂંટણી રેલી દરમિયાન સુરક્ષા આપવી જોઈએ.

બધા ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વળી, ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. જાણકારી અનુસાર રેલીમાં 300 થી વધુ લોકો શામેલ હતા. આ રેલી પેશાવરના ખૈબર પખ્તૂનવા પ્રાંતમાં ચાલી રહી હતી. અહીં આવામી નેશનલ પાર્ટીની સરકાર છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં 25 જુલાઈએ ચૂંટણી થવાની છે. સ્થાનિક મીડિયા અનુસાર વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમાં ઘણા નેતા પણ શામેલ છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ હારુન બિલોરને હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયુ. એન્ટી બોમ્બ સ્કવોડે ધમાકાની પુષ્ટિ કરતા કહ્યુ કે 12 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ હુમલાની હજુ સુધી કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી.

English summary
14 killed in suicide attack in Peshawar. 65 injured in the attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X