For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંડોનેશિયામાં વિનાશકારક સુનામી, અત્યાર સુધીમાં 168 લોકોએ જીવ ગુમાવ્યા

ઈંડોનેશિયામાં વિનાશકારક સુનામી, અત્યાર સુધીમાં 168નાં મોત

|
Google Oneindia Gujarati News

શનિવારે રાત્રે ઈંડોનેશિયામાં આવેલ સુનામીમાં મરનાર લોકોની સંખ્યા 160ને પાર કરી ગઈ છે. જ્યારે 745 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. કેટલાય લોકો લાપતા છે. જ્વાળામુખી સાથે જોડાયેલ ગતિવિધિઓના કારણે જાવા અને સુમાત્રાના ગામ અને લોકપ્રિય ટૂરિસ્ટ સ્થળો પર પણ ભારે બરબાદી થઈ છે. ઈન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જોકો વિડોડોએ ટ્વીટ કરી સુનામી પીડિતો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે સંબંધિત સરકારી અધિકારીઓને તુરંત આપાત સ્થિતિથી નિપટવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

tsunami

ગાર્જિયનના રિપોર્ટ મુજબ મૃતકોની સંખ્યા 168 પર પહોંચી ગઈ છે, જ્યારે 745 લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર પંડેગ્લૈંગ છે. માત્ર સુમાત્રાના લૈંપુંગ ક્ષેત્રમાં મૃતકોની સંખ્યા 113 પર પહોંચી ગઈ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વોલ્કૈનિક આઈલેન્ડ અનક કારાકાતૂમાં વિસ્ફોટ થવાના કારણે સુનામી આવ્યો છે. જ્યારે સ્થાનિક એજન્સીઓ મુજબ જાવા ક્ષેત્રમાં 92 લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.

ઈંડોનેશિયાના નેશનલ ડિઝાસ્ટર મિટિગેસન એજન્સીના પ્રમુખ સુતપાઓએ કહ્યું- સુનામી આવતા પહેલા સમુદ્રની તટહટીમાં ભૌગોલિક હલચલ મચી છે. આ કારણે જ થો઼ડા સમય પહેલા જ Anak Krakatua જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. સુતપાઓએ કહ્યું- સમદ્રના તટમાં લેન્ડલ્સાઈડ થયા બાદ Anak Krakatua દ્વીપ 1883માં ક્રેકટો જ્વાળામુખીના ફાટ્યા બાદ અસ્તિત્વમાં આવ્યો હતો.

આ પણ વાંચો- અમેરિકામાં શટડાઉનઃ સેલેરી વિના ક્રિસમસ મનાવવા મજબૂર 8 લાખ સરકારી કર્મચારી

English summary
168 people died in tsunami at anak krakatua island.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X