
પૃથ્વી પર વધુ એક આફત, એન્ટાર્કટિકામાં 170 કિમી લાંબો આઇસબર્ગ ટૂટ્યો
માનવ જાતિ પર એક પછી એક આફતના પહાડ તૂટી રહ્યા છે. એક તરફ જ્યાં આખી દુનિયા અદ્રશ્ય તાકત કોરોનાવાયરસ સામે લડી રહી છે, ત્યાં જ તેજ તોફાનોએ પણ લોકોને ડરાવી રાખ્યા છે. હવે વધુ એક નવું સંકટ સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગથી એન્ટાર્કટિકાનો બરફ તેજીથી ગરમ થઈ રહ્યો છે. જેના કારણે બરફના વિશાળકાય આઇસબર્ગ ઓગળી રહ્યા છે. એવામાં હિમખંડ (આઇસબર્ગ) એન્ટાર્કટિકામાં ગ્લેશિયર ટૂટી ગયો છે. સેટેલાઈટથી લેવાયેલી તસવીર મુજબ આ દુનિયાનો સૌથી મોટો હિમખંડ છે, જેનો આકાર સ્પેનિશ દ્વીપ મોલોર્કા બરાબર જણાવવામાં આવી રહ્યો છે.

દુનિયાનો સૌથી મોટો આઇસબર્ગ
યૂરોપીય સ્પેસ એજન્સીએ કહ્યું કે આઇસબર્ગ એ-76 એન્ટાર્કટિકામાં પશ્ચિમી ભાગમાંથી તૂટીને નીકળી ગયો છે અને હવે વેડેલ સાગરમાં તરી રહ્યો છે. આ લગભગ 170 કિમી લાંબો છે અને 25 કિ મી પહોળો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આઇસબર્ગ A-76 જળવાયુ પરિવર્તનને કારણે નહિ બલકે પ્રાકૃતિક કારણે ટૂટ્યો છે.

તેજીથી ગરમ થઈ રહી છે બરફની ચાદર
નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેંટર મુજબ આ આઇસબર્ગ અલગ થવાથી સમુદ્રના જળસ્તરમાં વધારો નહી થાય, પરંતુ અપ્રત્યક્ષ રૂપે જળસ્તર વધી શકે છે. જણાવી દઈએ કે એન્ટાર્કટિકાના બરફની ચાદર અન્યોની સરખામણીએ તેજીથી ગરમ થઈ રહી છે, જેનાથી બરફ અને તેના આવરણ ઓગળી રહ્યાં છે, ખાસ કરીને વેડેલ સાગર આસપાસ. જેવો જ ગ્લેશિયર પાછળ ખસે છે કે બરફના ટુકડા તૂટી જાય છે અને અને તે અલગ ના થઈ જાય અથવા તો જમીન પર ના ટકરાય ત્યાં સુધી તરતા રહે છે.

આઇસબર્ગ એ-68 એ પણ ટૂટ્યો
પાછલા વર્ષે એન્ટાર્કટિકાથી દક્ષિણ જ્યોર્જિયા દ્વીપના તટ સુધી તે સમયે દુનિયાનો સૌથી મોટો બરફ હિમખંડ એ-68 એ ટૂટી ગયો હતો. તે દરમિયાન વૈજ્ઞાનિકોને ડર હતો કે આઇસબર્ગ એક એવા દ્વીપ સાથે ટકરાશે જે સમુદ્રી સિંહ અને પેંગ્વિન માટે પ્રજનન સ્થળ છે, પરંતુ તેનાથી વિપરીત તે વધારે ટુકડાઓમાં તૂટી ગયો હતો. રિપોર્ટ મુજબ એન્ટાર્કટિકામાં બરફના સ્વરૂપમાં જમા પાણી જો ઓગળી જાય તો વિશ્વભરના સમુદ્રોના જળસ્તરમાં 200 ફીટ સુધીનો વધારો થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી 90ના મોત, 1500 હજી દર્દી સારવાર હેઠળ

એવરેજ સમુદ્રનું સ્તર 9 ઈંચ વધ્યું
આ મહિનાની શરૂઆતમાં નેચરમાં પબ્લિશ એક સ્ટડી રિપોર્ટ મુજબ 1880 બાદથી એવરેજ સમુદ્રનો સ્તર લગભગ નવ ઈંચ વધી ગયો છે અને તે વધારાનો લગભગ એક ચોથાઈ ભાગ ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટીના બરફની ચાદર સાથે ભૂમિ આધારિત ગ્લેશિયરનું ઓગળવું છે. 15 દેશોના 84 વૈજ્ઞાનિકોના અધ્યયને નિષ્કર્ષ કાઢ્યો કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કટોતી અને હાલમાં નિર્ધારિત જળવાયુ પરિવર્તનને ધીમું કરવા માટે અધિક મહત્વકાંક્ષી રાષ્ટ્રીય લક્ષ્ય સમુદ્રના સ્તરને વધવાથી રોકવા માટે પર્યાપ્ત નથી.