For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

84ના શિખ વિરોધી રમખાણો મુદ્દે ઓસ્ટ્રેલિયન સંસદમાં પ્રસ્તાવ

|
Google Oneindia Gujarati News

Warren-Entsch
મેલબોર્ન, 29 ઑક્ટોબરઃ ઓસ્ટ્રેલિયાના એક સાંસદે નવેમ્બર 1984માં ભારતમાં થયેલા શિખ વિરોધી રમખાણોને ભયાનક હિંસા ગણાવવાની ઓસ્ટ્રેલિયા સરકાર સમક્ષ માંગ કરતા સંસદમાં એક 'નરસંહાર પ્રસ્તાવ' રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ દંગા તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયા હતા.

શિખ સુરક્ષાકર્મીઓ દ્વારા 31 ઓક્ટોબર 1984એ ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવ્યા પછી રાજધાની નવી દિલ્હીમાં ત્રણ દિવસો સુધી ચાલેલા રમખાણોમાં ઓછામાં ઓછા 3,000 શિખ માર્યા ગયા હતા.

સુપ્રીમ શિખ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા સંઘીય સંસદના સભ્ય, વોરેન એન્ટસ ઓસ્ટ્રેલિયન સંસદમાં 'નરસંહાર પ્રસ્તાવ' રજૂ કરશે. આ પ્રસ્તાવ પહેલી નવેમ્બરે સ્થગન ચર્ચા દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવશે.

પ્રસ્તાવમાં ઓસ્ટ્રેલિયન સરકારના એ તથ્યને માન્યતા આપવામાં આવશે કે નવેમ્બર 1984માં શિખ સમુદાય વિરુદ્ધ ભયાનક હિંસાનું એક સંગઠિત અભિયાન ચાલ્યું હતું અને તે દરમિયાન થયેલી હત્યા નરસંહાર પ્રતિશોધ અને દંડ સંબંધી સંયુક્ત રાષ્ટ્રના કરાર હેઠળ નરસંહાર હતો.

હાલના સમયે લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયાના મુખ્ય વિપક્ષી સચેતક વોરેને કહ્યું કે તેમણે એટલા માટે આ પ્રસ્તાવનો સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે શિખો સાથે અતિતમાં થયેલા અને વર્તમાનમાં થઇ રહેલા વર્તનથી તે ભયભીત છે.

English summary
An Australian politician will table a signed petition in the Parliament this week which would ask the government to recognise the 1984 anti Sikh riots in India as genocide. An official statement issued by federal MP Warren Entsch's office said, The nation's Sikh community has enlisted the help of Entsch to have Australia recognise the November 1984 killings of Sikhs in India as genocide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X