For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોદકામમાં મળ્યો બે હજાર વર્ષ જૂનો અનોખો 'ખજાનો'!

|
Google Oneindia Gujarati News

toilet seat
લંડન, 28 ઓગષ્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોએ કરવામાં આવતી શોધખોળ અને ખોદકામમાં અત્યાર સુધી સોના સિક્કા અને હીરા-મોતી ખજાનામાં મળ્યા હોય તેવું તમે સાંભળ્યું હશે. પરંતુ આ વખતે કંઇક એવા પ્રકારનો ખજાનો મળ્યો છે કે તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

એક ખોદકામમાં વિશેષજ્ઞોને 2 હાજર વર્ષ જૂની લાકડાનું એક 'લેટ્રેન' એટલે કે જાજરૂ મળી આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા સમય બાદ પણ આ જાજરૂ એકદમ દુરસ્ત હાલતમાં છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ લેટ્રેનને રોમન જમાનાની બતાવવામાં આવી રહી છે જેને સંભવત: સૈનિક કામમાં લેતા હતા.

લાકડાના આ અનોખા જાજરાને નોર્થબરલેંડ નામના શહેરના વિંદોલંદા કિલ્લાની હદ્રિયાન દીવારની નજીક શોધવામાં આવ્યું હતું. જોકે આની પહેલા પણ પત્થર અને માર્બલનું જાજરૂ મળ્યું છે પરંતુ લાકડાનું આટલું જૂનું જાજરૂ પહેલીવાર મળ્યું છે.

વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જાજરૂની ચારેય બાજું માટીનું પેકિંગ હોવાના કારણે તે આટલા વર્ષો સુધી પણ એકદમ સારી હાલતમાં છે.

English summary
2,000 year old wooden toilet seat discovered at Hadrian's Wall.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X