For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેરુસલેમમાં મળ્યું 2000 વર્ષ જૂનુ સ્નાનાગાર

By Super
|
Google Oneindia Gujarati News

ritual-bath
જેરુસલેમ, 11 એપ્રિલઃ જેરુસલેમમાં પુરાતત્વવિદો દ્વારા 2000 વર્ષ જૂના આનુષ્ઠાનિક સ્નાનાગરને શોધી કાઢ્યું છે. આ સ્નાનાગાર જ્વિસ લો સાથે પાણીના સંગ્રહની ઉચ્ચ કુશળ રચનાથી બનાવવામાં આવ્યો હોવાનું ઇઝરાયેલ એન્ટિક્ટિસ ઓથોરિટી(આઇઆઇએ) એ જણાવ્યું છે.

જેરુસલેમના કિરયત મેનાચેમ નજીક નવા માર્ગનું નિર્માણ કરતી વખતે આ આનુષ્ઠાનિક સ્નાનાગાર અથવા તો મિકવેહની જાણકારી મળી હતી. જે આપણને સેકન્ડ ટેમ્પલના સમયગાળામાં લઇ જાય છે.

આઇએએ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં બેન્યામિન સ્ટોર્ચને કહ્યું છે, 'હાલના સમયગાળામાં જેરુસલેમમાં ખોદકામ કરતી વખતે ઘણા બધા આનુષ્ઠાનિક સ્નાનાગાર મળ્યા છે, પરંતુ આ ખોદકામ દરમિયાન જે પાણી વિતરણ પ્રણાલી જોવા મળી છે ખરેખર અદભૂત અને અદ્વિતિય છે.'

પુરાતત્વવિદોએ કહ્યું, ' આ આનુષ્ઠાનિક સ્નાનાગારમાં બનાવવામાં આવેલા અન્ડરગ્રાઉન્ડ ખંડોમાં દાખલ થવા માટે નીસરણી બનાવવામાં આવી હતી. ત્રણ સંગ્રહ કરી શકાય તેવા બેસિનમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવેલા ત્રણ બેસિનમાંથી મિકવેહને પાણી આપવામાં આવતું હતું, જે સ્નાનાગારની ઉપર બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી શુદ્ધ પાણી નાળાઓ દ્વારા અંદરના કક્ષમાં દાખલ કરવામાં આવ્યા હતા.'

English summary
Archaeologists discovered here a 2,000-year-old ritual bath that used a highly sophisticated system of water collection to comport with Jewish law, the Israel Antiquities Authority (IAA) said Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X