તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 201 મજૂરોના મોત
નવી દિલ્હી, 14 મેઃ મંગળવારની રાત તુર્કી માટે કાળી રાત સાબિત થઇ છે. અહી સોમા સ્થિત કોલસાની ખાણમાં મોડી રાત્રે ખોદકામ દરમિયાન થયેલા વિસ્ફોટમાં 201 મજૂરોના મોત નિપજ્યા છે, જ્યારે 300 જેટલા હજુ પણ ખાણની અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે સંબંધિત અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે, વિસ્ફોટ એક ખરાબ પાવર યુનિટના કારણે થયો છે, જે ખાણથી અંદાજે 2 કિ.મીના ઉંડાણમાં સ્થિત છે. જણાવવામાં આવ્યું છેકે, ઘુમાડાના કારણે બચાવ કાર્ય કરવામાં અડચણો આવી રહી છે. જોકે, ખાણની અંદર પાઇપ થકી ઓક્સિજન મોકલવામાં આવી રહ્યું છે. જેથી મજૂરોને શ્વાસ લેવામાં કોઇ સમસ્યા ના નડે.
માનીસા પ્રાંતના મહાપૌર સેંજિગ એર્ગને જણાવ્યું કે ઇજમીરના તટીય શહેર એજિએનથી 120 કિ.મી ઉત્તર પૂર્વમાં સોમામાં એક ખાણમાં વિસ્ફોટ થયો. જેમાં અંદાજે સેંકડો કર્મચારીઓ ફસાયેલા હોવાની આશંકા છે. જોકે એર્ગને દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ફંસાયેલા કર્મચારીઓના આંકડાની પૃષ્ટી કરી નથી.