• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

26/11ના હુમલામાં ન્યાય અધૂરો : હિલેરી ક્લિન્ટન

|
Google Oneindia Gujarati News
વૉશિંગ્ટન, 30 જાન્યુઆરી : અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને એનડીટીવી સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 26/11ના મુંબઇ હુમલામાં હજી પૂરે પૂરો ન્યાય મળવાનો બાકી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીયોને ન્યાય અપાવવો એ અમેરિકાની પ્રાથમિકતા છે.

ઉલ્લેખનીય છે કે લશ્કર એ તૈયબા સાથે સંકળાયેલા પાકિસ્તાની આતંકવાદી ડેવિડ હેડલીને અમેરિકાની અદાલતે 35 વર્ષની જેલની સજા સંભળાવ્યાના થોડા જ દિવસોમાં હિલેરી ક્લિન્ટનનું આવું નિવેદન આવવું અમેરિકાના બેતરફી વલણને ખુલ્લું પાડે છે.

મુંબઇ હુમલા અને ડેવિડ હેડલીને સજા સંભળાવવા જેવા પ્રશ્નોનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે અમે પરિસ્થિતિથી ભાગી રહ્યા નથી. આ કેસમાં ન્યાય અપાવવો અમારી અગ્રીમ પ્રાથમિકતા છે.

હિલેરીએ એમ પણ જણાવ્યું કે મુંબઇ હુમલામાં ગુનેગારોને ન્યાયની પ્રક્રિયા હેઠળ લાવવાનું કામ હજી પુરું થયું નથી. ઉલ્લેખનીય છે કે મુંબઇ હુમલાના કાવતરામાં મુખ્ય સૂત્રધાર રહેલા હેડલીને મળેલી સજા અંગે ભારતમાં મોટા પાયે નિરાશા પ્રવર્તી છે. આ સાથે ભારત હેડલીના પ્રત્યાર્પણ અંગે પણ માંગ કરી રહ્યો છે.

ટૂંક સમયમાં અમેરિકાના વિદેશ વિભાગમાંથી વિદાય લઇ રહેલા હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનને યાદ અપાવ્યું કે તેણે પાકિસ્તાનમાં આશરો લઇ રહેલા આતંરવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાસ જરૂર છે. તેમણે એમ પણ જણાવ્યું કે અમે પાકિસ્તાનની સરકાર પર દબાણ કર્યું છે કે પાકિસ્તાનમાં હાલ આતંકવાદીઓ છે.

English summary
26/11 justice still unfinished : Hillary Clinton.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X