For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાહોરમાં આજે પણ કસાબ જીવતો છે, ભારતમાં અપાઇ હતી ફાંસી

By Kalpesh
|
Google Oneindia Gujarati News

એન્ટી-ટેરરિજ્મ કોર્ટ ઇસ્લામાબાદે 26/11 મુંબઇ હુમલાની સુનાવણી હાથ ધરી હતી. ત્યારે મુખ્ય સાક્ષી પોતાનાં નિવેદનમાંથી પલટી ગયો હતો જેને લઇ પ્રોસિક્યુશને શર્મિંદા થવું પડ્યું હતું. ફરિદકોટના પ્રાથમિક વિદ્યાલયના હેડમાસ્ટર મુદસ્સિર લખવીએ કસાબ જીવતો હોવાનું રટણ રટ્યું છે.

Ajmal Kasab

મુદસ્સિર લખવીએ કહ્યું હતું કે, અજમલ કસાબ જીવે છે અને આજે પણ પાકિસ્તાનમાં જ છે, જરૂર પડ્યે કોર્ટમાં હાજર પણ થઇ શકશે. મુદસ્સિર લખવી અજમલ કસાબના શિક્ષક હતા. કસાબ આ શાળામાં ત્રણ ધોરણ સુધી ભણ્યો હતો. જો કે નવેમ્બર 2012માં કસાબને પૂણે ખાતે ફાંસીએ લટકાવી દેવાયો છે ત્યારે કશાબના શિક્ષકનું આ નિવેદન આશ્ચર્યમાં મુકે તેવું છે.

હાલ ભારતીય વિદેશમંત્રી પાકિસ્તાના પ્રવાસે છે. અહ્યાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકાર સરતાજ સાથે યોજાયેલી બેઠકમાં સરતાજે ભારતને આશ્વાસન આપ્યું છે કે સુનાવણી બાદ આ મામલે જલદીથી કડક પગલાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મૂળ અમેરિક અને પાકિસ્તાનના આતંકવાદી ગ્રૂપ લશ્કર-એ-તૌયબાનો કમાન્ડર ડેવિડ હેડલીએ ભારત સરકારનો સાક્ષી બનવાની વાત કર છે. પરંતુ તેના માટે 26/11 બદલ માફી આપવાની શરત રાખી છે.

English summary
26/11 terrorist Ajmal Kasab is alive says a main witness in Lahore's anti terrorism court Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X