For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત

ચીનના હુનાન પ્રાંતમાં શનિવારે મોડી રાતે ચાલતી ટુરિસ્ટ બસમાં આગ લાગવાથી 26 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચીનના હુનાન પ્રાંતમાં શનિવારે મોડી રાતે ચાલતી ટુરિસ્ટ બસમાં આગ લાગવાથી 26 લોકોના મોત નીપજ્યા છે. આ દૂર્ઘટનામાં 28 લોકો ઘાયલ થવાના સમાચાર છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. અધિકૃત એલાનમાં કહેવામાં આવ્યુ છે કે બસમાં 57 લોકો સવાર હતા.

bus

સ્થાનિક મીડિયા મુજબ હાઈવે પર ચાલતા ચાલતા બસમાં અચાનક આગ લાગી ગઈ. જ્યાં સુધી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે ત્યાં સુધી આગ ફેલાઈ ચૂકી હતી. અધિકારીઓ મુજબ આગ કેવી રીતે લાગી તેની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. વળી, અમુક મૃતકોની ઓળખ થઈ ચૂકી છે જ્યારે અમુક લોકોની બાકી છે.

ઘાયલ લોકોનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે જ્યાં અમુક લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. વળી, એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે બસ હાઈવે પર કિનારે કિનારે લાગેલી રેલિંગ સાથે ટકરાઈ ગઈ. આ ટક્કર બાદ બસની ઓઈલની ટાંકી લીક થવા લાગી ત્યારબાદ બસ આગની લપેટોથી ઘેરાઈ ગઈ.

આ પણ વાંચોઃ જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?આ પણ વાંચોઃ જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?

English summary
26 people have been killed and 28 injured after a tour bus caught fire on a highway in central China's Hunan province.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X