For Daily Alerts
શંઘાઇમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન નાસભાગ, 35ના મોત, 42થી વધુ ઘાયલ
શંઘાઇ, 1 જાન્યુઆરી: એક દુખદ સમાચારથી આવી રહ્યાં છે જ્યાં શંઘાઇ શહેરમાં નવા વર્ષના જશ્ન દરમિયાન નાસભાગ મચી અને જેના લીધે 35 લોકોના મોત નિપજ્યાં છે અને અન્ય 42 ઘાયલ થયા છે. આ વાત ચીની સરકારે મીડીયાએ આપી છે.
શિન્દુઆ ન્યૂઝ એંજસીના અનુસાર આ અકસ્માત શંઘાઇના હુઆંગ્યૂ જિલ્લામાં ચેન્યી સ્કવેયર પર સજાર્યો હતો. આ દર્દનાક અકસ્માતમાં 35 લોકોના મોત નિપજ્યાં છે, ઘટના રાત્રે 11:35 વાગેની છે જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા હતા.
હજુ સુધી લોકોના મોતનું સાચું કારણ જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ તે સ્થાન છે જ્યાં જરૂરિયાતથી વધુ સંખ્યામાં લોકો હાજર હતા. અત્યારે તપાસ ચાલુ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ઇજાગ્રસ્તોને ગંભીર ઇજા પહોંચી છે અને ઇજાગ્રસ્તોની સંખ્યા વધી પણ શકે છે.