For Quick Alerts
For Daily Alerts

વિયતનામમાં છે માનવના 3500 વર્ષ જૂના અવશેષો
હનોઇ, 12 જાન્યુઆરીઃ વિયતનામમાં એક મકબરામાં માનવના અદાંજે 3500 વર્ષ જૂના અવશેષો મળ્યા છે. માનવામાં આવે છે કે તે માનવ ફુંગ નગુયેન કાળમાં જીવીત હતો. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, અવશેષો હનોઇથી 40 કિમિ દૂર વિન્હ ફુક પ્રાંતના ઉત્તર ભાગમાં ડાંગ ડાઉ સ્થાનેથી મળ્યું છે. એવુ પણ માનવામાં આવે છે કે આ અવશેષો 1.6 મીટર લાંબા વ્યક્તિના હોઇ શકે છે.
વિયતનામમાં ફુંગ નગુયેન કાળ અંદાજે ચાર હજાર 3500 વર્ષ પહેલા શરૂઆતી કાંસ્ય યુગ દરમિયાનની સંસ્કૃતિ હતી ફુંગ નગુયેન નામ ફુંગ નગુયેન ગામમાં એક પુરાતાત્વિક સ્થાનમાંથી લેવામાં આવ્યું છે. કેટલીક અન્ય શિલ્પકૃતિઓ પણ મળી છે, જેમાં પથ્થરની કુહાડી, ખાદ્ય પદાર્થ કાપતા ઉપકરણો, કાંસ્યની કમાન, પથ્થરમાંથી બનેલા વાસણો અને આભૂષણ, જાનવરોના સિંગડા તથા હાડકાંઓ સામેલ છે.
ડાંગ ડાઉ દેશનું સૌથી મોટું ખોદાણ સ્થળ છે, જ્યાં ઘણી શિલ્પકૃતિઓ મળી આવી છે. પુરાતત્વવિદોનું માનવું છે કે, ફુંગ નગુયેન કાળમાં આ સ્થાનના પૂર્વ ભાગમાં લોકો રહેતા હતા, જ્યારે દક્ષિણ-પશ્ચિમોત્તર વિસ્તારમાં ઘણા મકબરાઓ મળી આવ્યા છે.
Comments
English summary
Vietnamese archaeologists have unearthed a 3,500 year ago old tomb containing the remains of a 5.2 feet tall man in the country's north.