For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાન બોર્ડર પર તાલિબાન અને પાકિસ્તાન સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં 4ના મોત, 20 ઘાયલ

તાલિબાની સેનાના કંધાર પ્રાંતને અડીને આવેલા સ્પિન બોલ્ડક-ચમક બોર્ડર પાકિસ્તાનમાં હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 4 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વાતાવરણ તંગ છે. જે વચ્ચે સોમવારની વહેલી સવારે પાકિસ્તાન અને તાલિબાન સેના વચ્ચે સશસ્ત્ર ઘર્ષણના અહેવાલ સામે આવી રહ્યા છે. તાલિબાની સેનાના કંધાર પ્રાંતને અડીને આવેલા સ્પિન બોલ્ડક-ચમક બોર્ડર પાકિસ્તાનમાં હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 4 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. આ ઉપરાંત આ હુમલામાં 20 લોકો ઘાયલ થયા છે.

taliban pakistan tension

ઘાયલો હોસ્પિટલમાં દાખલ કરાયા

હુમલામાં ઘાયલ થયેલા લોકોને ચમનની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચમન-સ્પિન બોલ્ડક ક્રોસિંગ અફઘાનિસ્તાનના કંધાર શહેરથી આશરે 100 કિમી દક્ષિણપૂર્વમાં અને કોઇટા, પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમમાં આશરે 100 કિમી દૂર છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો મોટાભાગનો વેપાર સ્પિન બોલ્ડક-ચમન બોર્ડર દ્વારા થાય છે.

આ માર્ગ દ્વારા અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના બંદરો પર દાડમ, સૂકો મેવો, કાર્પેટ વગેરેનો માલ મોકલવામાં આવે છે. અહીંથી આ માલ વિશ્વના વિવિધ દેશોમાં જાય છે. આ સિવાય મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો પણ દરરોજ આ સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે.

ગયા મહિને પણ થયો હતો હુમલો

આ અગાઉ પણ બોલ્ડક-ચમન ક્રોસિંગ પર બંને પક્ષો વચ્ચે સરહદ અથડામણમાં એક પાકિસ્તાની સરહદ રક્ષકનું મોત થયું હતું. હાલમાં ચમનની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પાકિસ્તાન સેનાએ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે.

હાલમાં સરહદ પારથી વેપાર અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની સેનાને ડર છે કે, તાલિબાન લડવૈયાઓ ફરીથી હુમલો કરી શકે છે.

English summary
4 killed, 20 injured in clashes between Taliban and Pakistan Army on Afghan border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X