For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive : પેરિસ એરપોર્ટ પર જમીન પર સુવું પડ્યું 40 ભારતીય બાળકોને!

|
Google Oneindia Gujarati News

દુનિયામાં અલગ અલગ દેશોમાં રહેતા પ્રવાસી ભારતીયોને મદદ કરતી સુષ્મા સ્વરાજે આ બાળકો માટે પણ કંઇક કરવું જોઇએ. કારણ કે ભારતના 40થી વધુ બાળકોને પેરિસ એરપોર્ટ પર જમીન પર સૂઇને રાત વિતાવી પડી. અને જો તે મામલે એરઇન્ડિયાનો વાંક હોય તો એવિએશન મિનિસ્ટર અશોક ગજપતિ રાજૂએ પણ તરત એક્શન લેવી જ રહી.

આ ઘટના દિલ્હી- ગુડગાંવમાં આવેલી પ્રસિદ્ઘ સ્કૂલ મંગલમ વર્લ્ડ સ્કૂલની છે. જેના 40 વિદ્યાર્થીઓ યુરોપ ટૂર પર ગયા હતા. આ બાળકો એરઇન્ડિયાની ફ્લાઇટથી 16 જૂને સ્થાનિક સમય મુજબ રાતના 10 વાગે ભારત પરત ફરવાના હતા. પણ ટેકનિકલ ખામીના કારણે એરઇન્ડિયાની ફ્લાઇટ લેટ થઇ ગઇ.

NRI અને હિંદી સેન્ટર ડોટ કોમના પ્રમુખ રવિ કુમારે વનઇન્ડિયાથી કરેલી વાતચીતમાં કહ્યું કે આ બાળકોની અન્ય કોઇ જગ્યાએ રહેવાની કે ખાવા પીવાની વ્યવસ્થા એરઇન્ડિયા દ્વારા ન કરાઇ. વધુમાં તેમને સૂવા માટે પણ કોઇ બેડ આપવામાં ના આવ્યું. જેના કારણે બાળકોને જમીન પર અને અહીં તહીં સૂઇને રાત પસાર કરવી પડી.

સામાન્ય રીતે જ્યારે પણ ટેકનિકલ ખામીના લીધે કોઇ આંતરાષ્ટ્રિય ફ્લાઇટ લેટ થાય છે ત્યારે ફ્લાઇટ દ્વારા યાત્રીઓના રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પણ આ મામલે તે તેવું પણ ન કરાયું. ત્યારે આ બાળકોને કેવી કેવી અગવડતા પડી તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

પેરિસ એરપોર્ટ

પેરિસ એરપોર્ટ

બોર્ડિંગ પાસ મળ્યા બાદ અચાનક જ ફ્લાઇટ લેટ થયા બાદ કેન્સલ કરવામાં આવી.

40 બાળકો ને 3 ટીચર

40 બાળકો ને 3 ટીચર

જેના કારણે લગભગ 40 બાળકો અને તેમના 3 ટીચરોએ બાંકડા, ખુરશી કે જ્યાં જગ્યા મળે ત્યાં સુવું પડ્યું.

બેઠા બેઠા

બેઠા બેઠા

અમુક બાળકોને આખી રાત બેઠા બેઠા સુઇને નીકાળવી પડી.

મા-બાપની યાદ

મા-બાપની યાદ

ઠંડીમાં દેશ અને મા-બાપની યાદ કેટલાક બાળકો ગમગીન પણ થઇ ગયા.

જમીન પર સૂઇને

જમીન પર સૂઇને

તો કેટલાક બાળકોને જમીન પર સૂઇને રાત પસાર કરવી પડી.

English summary
At least 40 Indian children have been stucked up at Pais Airport just because of bad service of Air India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X