For Quick Alerts
For Daily Alerts

4000 વર્ષ જૂની મૂર્તિ ઘૂમી રહી છે આપમેળે
લંડન, 25 જૂનઃ માનચેસ્ટર સંગ્રહાલયમાં 4,000 વર્ષ જૂની ઇજિપ્તની એક મૂર્તિને અહીંના એક સંરક્ષકોને ચોંકી જવા માટે મજબૂર કરી દીધા છે. મળતી માહિતી અનુસાર આ પ્રતિમા જાતે જ 180 અંશ ઘૂમવા લાગી છે અને એક ચર્ચા કરતા મુકી દે તેવા સમાચાર બની ગયા છે.
1800 ઇસાપૂર્વના સમયની 10 ઇંચ લાંબી મૂર્તિ એક મમીની કબરમાંથી મળી હતી અને તે માન્ચેસ્ટર સંગ્રહાલયમાં 80 વર્ષ સુધી રહી. જો કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંગ્રહાલયના ક્યૂરેટરોને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમને મૂર્તિના કોણ બદલાતા હોવાનું જોવા મળ્યું. વિશેષજ્ઞોએ રૂમમાં વીડિયો થકી નજર રાખવાનો નિર્ણય કર્યો અને આ જોઇને હેરાન તઇ ગયા કે આ મૂર્તિ 180 અંશ પર ધૂમી રહી છે, જ્યારે તેની આસપાસ કોઇ પણ નહોતું.
માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝના અહેવાલ અનુસાર નેબ સેનુ નામની આ માનવ મૂર્તિ રાત્રે સ્થિર અને દિવસે થોડી-થોડી ફરતી જોવા મળી છે. ઓક્સફોર્ડ રોડ પર સ્થિત સંગ્રહાલયના ક્યૂરેટર કેંપબેલ પ્રાઇસનું માનવું છે કે ફરતી આ મૂર્તિ પાછળ કોઇ આધ્યાત્મિક કારણ હોઇ શકે છે. પ્રાઇસે લોકોને અનુરોધ કર્યો છે કે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં તેની મદદ કરવામાં આવે. Comments
English summary
Curse of the spinning statue! In some eerie news, a 4,000 year old Egyptian statue has puzzled curators at Manchester museum after the relic started to mysteriously spin 180 degrees on its own.
Story first published: Tuesday, June 25, 2013, 18:03 [IST]