ન્યૂ યોર્કમાં વાવાઝોડામાં 41ના મોત, ઇમરજન્સી જાહેર
ન્યૂ યોર્ક : વાવાઝોડાએ ન્યુ યોર્ક શહેરમાં તબાહી મચાવી છે. ભયંકર તોફાનને કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યૂયોર્કમાં ગુરુવારની રાત્રે હરિકેન IDAએ તબાહી મચાવી હતી. આ ભયંકર વાવાઝોડામાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણી મિલકતોને નુકસાન થયું છે.
ભારે વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે, જે બાદ ન્યૂ યોર્ક શહેરના ગવર્નરે ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. અહીં શેરીઓ પાણીથી ભરાઈ ગઈ છે અને રસ્તાઓ નદી બની ગયા છે, સબવે સેવા બંધ થઈ ગઈ છે, કારણ કે રેલવે ટ્રેકનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
મેનહેટનમાં રેસ્ટોરન્ટ ચલાવતા મેટોડિજા મહિજલોવે આ પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, હું 50 વર્ષનો છું, મેં ક્યારેય આવો વરસાદ જોયો નથી. રેસ્ટોરન્ટનો ભોંયરામાં સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયું છે. મને લાગતું હતું કે, હું જંગલમાં રહું છું, હું આવી પરિસ્થિતિ પર વિશ્વાસ કરી શકતો નથી. આ વર્ષે બધું ખૂબ જ વિચિત્ર છે.
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે લગાર્ડિયા એરપોર્ટ અથવા જેએફકે એરપોર્ટ પર આવતી સેંકડો ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. આ સિવાય નેવાર્કમાં પણ ફ્લાઇટ રદ્દ કરવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું કે, આ પરિસ્થિતિમાં આપણે બધા સાથે છીએ. દેશ મદદ કરવા તૈયાર છે. પૂરને કારણે ન્યુ જર્સી અને ન્યૂ યોર્કના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય મેનહટન, ધ બ્રોન્ક્સ અને ક્વીન્સમાં પણ પુરના પાણીમાં કાર તરતી જોવા મળી હતી. જે બાદ ફાયર વિભાગના લોકોએ પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી.
ગવર્નર ફિલ મર્ફીએ જણાવ્યું કે, માત્ર ન્યૂ જર્સીમાં 23 લોકોના મોત થયા છે. તેમાંના મોટા ભાગના એવા લોકો છે, કે જેમને વાહનોમાં ફસાઈ ગયા હોય. જ્યારે ન્યૂયોર્કમાં 11 લોકોના મોત થયા હતા, આ તેવા લોકો છે, જે ભોંયરામાં ફસાયેલા હતા. મૃત્યુ પામનારાઓની ઉંમર 2-86 વર્ષની વચ્ચે હતી.



Click it and Unblock the Notifications

