For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાઝામાં 496 બાળકો માર્યા ગયા: યૂનિસેફ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 22 ઓગષ્ટ: સંયુક્ત રાષ્ટ્ર બાળ સંસ્થા(યૂનિસેફ)ના એક અધિકારીએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધી કુલ 469 બાળકો માર્યા ગયા છે, ગાઝા પટ્ટીમાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે અને 18 વર્ષ સુધીના લોકો પર તેની ગંભીર અસર પડી રહી છે.

સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, ગાઝાના કબ્જાવાળા ફિલિસ્તીની વિસ્તારમાં યૂનિસેફના વિસ્તાર અધિકારી પરનિલ આયરનસાઇડે જણાવ્યું, 'પ્રભાવ અને બાળકોના મામલામાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે.'

તેમણે જણાવ્યું કે 'છેલ્લા 84 કલાકોમાં નવ બાળકો માર્યા ગયા છે, દુર્ભાગ્યવશ આની સાથે જ આ સવાર સુધી માર્યા ગયેલા બાળકોની સંખ્યા 469 થઇ ગયઇ છે.'

gaza
લોકોના મોત, તેમના ઘાયલ થવા અને ઇમારતોના ધ્વસ્ત થવાથી લઇને શારીરિક સ્તર પર લોકો પર દુષ્પ્રભાવ પડી રહ્યો છે, ખાસ પ્રકારે બાળકો યુદ્ધના કારણે ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક રીતે અસ્થિર થઇ જાય છે.

કેનેડામાં જન્મેલા માનવાધિકાર અધિવક્તા અને બાળકોના હિમાયતી, જે ગાઝામાં એક વર્ષનો અનુભવ મેળવી ચૂક્યા છે અને ફઇલહાલ સંયુક્ત રાષ્ટ્રમાં કાર્યરત છે, તેમણે જણાવ્યું કે બાળકો અનુભવે છે કે ક્યાંય પણ જવું સુરક્ષિત નથી. તેમણે જણાવ્યું કે બાળકોમાં સુરક્ષાની ભાવના પેદા કરવાની જરૂરીયાત છે.

તેમણે જણાવ્યું કે 'મેં જ્યારે આજે બાળકો સાથે વાત કરી, મેં અનુભવ્યું કે તેમણે પોતાના પરિવારની સાથે સામાન્ય વાતચીત કરવાનું છોડી દીધું છે. તેમને ભયંકર સપના આવે છે, તેઓ રોઇ-રોઇને પોતાની પથારી ભીની કરી દે છે, તેઓ પોતાના માતા-પિતાને પણ બહાર જવા દેવા નથી માંગતા.'

English summary
Children's death toll rises to 469 in Gaza: UNICEF official.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X