• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેપાળના પોખરામાં 5.3ની તીવ્રતાના ભૂકંપના તેજ ઝાટકા

|
Google Oneindia Gujarati News

પાડોસી દેશ નેપાળના પોખરામાં આજે સવારે ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. નેશનલ ભૂકંપ કેન્દ્રે મુજબ ભૂકંપના ઝાટકા બુધવારે સવારે 5.42 વાગ્યે મહેસૂસ થયા, જો કે હજુ સુધી ક્યાંયથી પણ જીવ-માલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર લામજંગ જિલ્લાના ભુલભુલ એરિયા હોવાનું જણાવાઈ રહ્યું છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં પણ નેપાળના લોબિયામાં જ તેજ ભૂકંપ આવ્યો હતો.

નેપાળમાં આવેલ ભૂકંપના ઝાટકા સીમા નજીક ભારતના બિહાર રાજ્યમાં પણ મહેસૂસ કરાયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આજે સવારે બિહારના પૂર્વી ચંપારણ, પશ્ચિમી ચંપારણ વગેરે જિલ્લામાં 2થી 3 સેકન્ડ માટે ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાયા, જો કે કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.

લોકો પોતાના ઘરેથી બહાર નીકળ્યા

જો કે જે સમયે ધરતી ધ્રુજી, તે સમયે લોકો પોતાના ઘરેથી બહાર દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે 17 મેના રોજ ગુજરાતના કેટલાય ભાગોમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. જણાવી દઈએ કે કોરોનાવાયરસના આક્રમણને પગલે પહેલેથી જ લોકો ઘણા ડરેલા છે અને એવામાં ભૂકંપના ઝાટકાઓએ લોકોમાં દહેશત પેદા કરી દીધી છે.

ભૂકંપ આવવા પર શું કરવું

  • ઘરની અંદર અને બહાર સુરક્ષિત જગ્યા શોધી રાખો.
  • જો ભૂકંપ આવે તો તમે સીધા તે સ્થળે જ પહોંચી જાઓ. કેટલાક સુરક્ષિત સ્થાન-મજબૂત ટેબલ, બિસ્તર નીચે, રૂમના ખુણા વગેરે જગ્યા સુરક્ષિત હોય છે.
  • બારી, કાચ, વગેરે જેવી ટૂટી શકે તેવી વસ્તુઓથી દૂર રહો. વજનદાર ફર્નિચર પડી શકે તેવી જગ્યાઓથી પણ દુર રહો.
  • ખુલ્લા ક્ષેત્રમાં બિલ્ડિંગ, ઝાડ, ટેલિફોન, વીજળીની લાઈન, ફ્લાઈઓવર તથા પૂલથી દૂર રહો.

English summary
5.3 magnitude earthquake shakes Pokhara, Nepal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X