For Quick Alerts
For Daily Alerts

અફઘાનિસ્તાનમાં આવ્યો 5.7ની તિવ્રતાનો ભુકંપ, કાશ્મીરથી નોઇડા સુધી મહેસુસ થયા ઝટકા
અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પર શનિવારે સવારે સ્થાનિક લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપ સવારે 9:45 વાગ્યે આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 નોંધવામાં આવી છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજધાની દિલ્હીને અડીને આવેલા કાશ્મીરથી નોઈડા સુધી ભારતમાં તેના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપથી ભારે નુકસાનની આશંકા છે, જોકે હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી.
An earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit Afghanistan-Tajikistan Border Region at 9:45 am today: National Center for Seismology pic.twitter.com/74f7Qrj10T
— ANI (@ANI) February 5, 2022
Comments
earthquake afghanistan government magnitude india jammu kashmir noida ભૂકંપ અફઘાનિસ્તાન સરકાર ભારત જમ્મુ કાશ્મીર નોઇડા
English summary
5.7 magnitude earthquake shakes Afghanistan
Story first published: Saturday, February 5, 2022, 10:59 [IST]