For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇજીપ્તમાં મોરસી વિરોધી પ્રદર્શનોમાં પાંચના મોત

By Super
|
Google Oneindia Gujarati News

mohamed-morsi
કાહિરા, 1 જૂલાઇઃ ઇજીપ્તના રાષ્ટ્રપતિ મોહમદ મોરસીના રાજીનામાની માંગને લઇને રાષ્ટ્રીય સ્તર પર થઇ રહેલા ભારે વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નીપજ્યાં છે હજારોની સંખ્યામાં લોકોને ઇજા પહોંચી છે. મીડિયાએ તેન સર્વાધિક આબાદીવાળા આ અરબ દેશના ઇતિહાસમાં અત્યારસુધીનું સૌથી મોટું પ્રદર્શન ગણાવ્યું છે.

ઇજીપ્તની રાજધાનીમાં હજારો લોકો રવિવારે ઐતિહાસિક તહરીર ચૌકમાં જમા થયા, જે 2011માં લોકતંત્ર સમર્થક આંદોલનનું પ્રતિક બની ગયું હતું. રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારી 'તામરોદ'(વિદ્રોહી)ના બેનર લઇને એકત્ર થયા. આ સંગઠનમાં મોરસીના રાજીનામાની માંગ અને ચૂંટણીઓને રદ કરવાને લઇને એક હસ્તાક્ષર અભિયાન ચાલું કરવામાં આવ્યું છે. મોરસીએ તાજેતરમાં જ કાર્યાલયમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે.

સત્તારૂઢ મુસ્લિમ બ્રધરહુડ આંદોલનના કાહિરા સ્થિત મુખ્યાલય પર થયેલા સંઘર્ષમાં એક વ્યક્તિ માર્યો ગયો છે. દેશમાં હિંસા ફેલાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચાર અન્ય પ્રદર્શનકારી વિભિન્ન સ્થાનો પર પ્રદર્શન દરમિયાન માર્યા ગયા છે. પ્રદર્શનોમાં ઉદારવાદી અને ધર્મનિર્પેક્ષ વિપક્ષી સમૂહ સામેલ છે. પ્રદર્શનોમાં અંદાજે 250 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મોરસીની આર્થિક અને રાજકિય નીતિઓથી ગુસ્સે ભરાયેલા હજારો આમ ઇજીપ્તાવાસીઓએ પણ રેલીમાં ભાગ લીધો છે અને તેને ઇજીપ્તનું સૌથી મોટું પ્રદર્શન ગણાવ્યું છે. આ આંકડાઓની પૃષ્ટિ માટે કોઇ સ્વતંત્ર એકમ ઉપલબ્ધ નથી, પરંતુ તેમ છતાં અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સમુહોએ તેને વિશ્વ ઇતિહાસનું સૌથી મોટું પ્રદર્શન ગણાવ્યું છે.

English summary
Opposition activists claim more than 22 million people in the nation of 84 million have signed the petition and have urged the signatories to come out in Tahrir Square.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X