અમેરિકા અફગાન બોમ્બ હુમલામાં 500 પાક. નાગરિકની મોત
ગુરુવારે અફઘાનિસ્તાનના નાગહર પ્રાંતમાં અમેરિકાએ પોતાનો સૌથી મોટો બોમ્બ નાંખ્યો. આ બોમ્બના નિશાના પર હતી આઇએસઆઇએસની તે તમામ સુરંગો જેમાં આતંકીઓ છુપાઇને બેઠા હતા. જો કે આ હુમલામાં આઇએસઆઇએસ સમતે 500 પાકિસ્તાની નાગરિકોની પણ મોત થઇ છે. નાગહર પ્રાંત પર આઇએસઆઇએસનું નિયંત્રણ હતું. અને પાકિસ્તાની આર્મી તેની સુરક્ષામાં લાગી હતી.સુરક્ષા અમેરિકાની સેના અને અફઘાનિસ્તાનની આર્મીની 201 સેલાબ કોપ્સ સાથે મળીને આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે. તેવું સુરંગો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં આતંકીઓ સંતાઇને બેઠા હોય.
પાક. આપતું હતું સંરક્ષણ
સુત્રોની માનીએ તો એ વાત સાફ થઇ ચૂકી છે આઇએસઆઇએસ આતંકીઓને પાક સેનાથી સંરક્ષણ મળ્યું હતું. ભારતીય એજન્સીએ અફધાનિસ્તાનમાં આવેલા પોતાના સુત્રો જોડે આ અંગે જાણકારી માંગી હતી જેમાં જણાવ્યું હતું કે આ હુમલામાં સામાન્ય નાગરિકોની મોત નથી થઇ. પાક ગુપ્તચર એજન્સીમાં આઇએસઆઇએસના ગુપ્તચર મોટી સંખ્યામાં હાજર છે. જેમને સુરક્ષા પણ આપવામાં આવી છે. અમેરિકાના આ હુમલો તે સમયે થયો છે જ્યારે અફધાનિસ્તાનમાં આઇએસઆઇએસે પોતાના પગ મજબૂતીથી જમાવી લીધા છે.
બોમ્બની અસર
ભારતીય એજન્સીઓ કહ્યું કે નાગહરને અફધાનિસ્તાનનો ગઢ માનવામાં આવે છે. પેન્ટાગોન દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પહેલી વાર છે જ્યારે અમેરિકાએ 21000 એલબી બોમ્બનો પ્રયોગ કર્યો હોય. આ બોમ્બને જીબીયૂ-43 કહે છે. અને અમેરિકી સેના એમસી 130 એરક્રાફ્ટ દ્વારા તેને નાગહર પર ફેંકવામાં આવ્યો હતો.